Abtak Media Google News

સુત્રધારને ઝડપવા રિમાન્ડ પર લેવા તજવીજ કોલેજીયનોને ગાંજો વેચતો હોવાની કબુલાત

શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાંથી ગાંજો અને ચરસનો જંગી જથ્થો ઝડપાયા બાદ રૈયાધાર સ્લમ કવાર્ટર પર વિસ્તારમાં ગાંજાનું વેંચાણ થતું હોવાની બાતમીના આધારે એચઓજી સ્ટાફે પોણા ત્રણ કિલો ગાંજા સાથે બારોટ શખ્સને ઝડપી લીધો હતો.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ રૈયાધાર પર આવેલા સ્લમ કવાર્ટરમાં રહેતા પ્રવિણ નાનજી વાળા નામનો બારોટ શખ્સ ગાંજાનું વેચાણ કરતો હોવાનું બાતમીના આધારે એસ.ઓ.જી. પી.આઇ. એસ.એન. ગડુ, પીએસઆઇ ઓ.પી. સિસોદીયા, પીએસઆઇ એચ.એમ. રાણા, આર.કે. જાડેજા, ચેતનસિંહ ગોહીલ, અનિલસિંહ ગોહીલ સહીતના સ્ટાફે દરોડો પાડયો હતાં.

રૈયા ધાર સ્લમ કર્વાટર પાસે આવેલી ઝાકીર હુસેન સ્કુલ પાસેથી પ્રવીણ નાનજી વાળા નામના શખ્સો રૂ.૧૬૨૦૦/- ની કિંમતના પોણા ત્રણ કિલો ગાંજા સાથે ધરપકડ કરી તેની પાસેથી ગાંજાના વેંચાણના  રૂ.૩૫૧૦/- રોકડ અને એક મોબાઇલ મળી ૨૧૭૧૦/- નો મુદામાલ કબજે કર્યો છે.પ્રવિણ નાનજી વાળા સામે નાર્કોટીકસ એકટ હેઠળ ગુનો નોંધી યુનિવર્સિટી પોલીસ મથકના પી એસ આઇ એન. બી. ડોડીયા સહીતના સ્ટાફે ગાંજાનો જથ્થો જપ્ત કરતાથી લાવ્યો તેની પુછપરછ માટે રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.પ્રવિણ નાનજી વાળાની પુછપરછમાં શહેરના કોલેજીયનોને ગાંજાના બંધાણી બનાવી વેંચાણ કરતો હોવાની કબુલાત આપી છે ગાંજાના નશાના કારણે યુવાધન બરબાદ થતા બચાવા પોલીસે ગાંજના મુખ્ય સુત્રધાર સુધી કવાયત હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.