Abtak Media Google News

જામનગરના યાદવનગર પાસે એક મકાનમાંથી એલસીબીએ સાત શખ્સોને જુગાર રમતા પકડી પાડયા છે. જ્યારે કે.વી. રોડ પર આવેલા એક મકાનમાંથી એક મહિલા સહિત પાંચ વ્યક્તિઓ ગંજીપાના કૂટતા ઝડપાયા છે. બન્ને સ્થળેથી કુલ રૃા.૨ લાખ ૪૦ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામનગરના વુલન મીલ વિસ્તારમાં આવેલા યાદવનગર નજીક અઢીસો ફૂટિયા મકાનથી ઓળખાતી જગ્યામાં ગઈકાલે સાંજે એક શખ્સ પોતાના રહેણાંકમાં જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી એલસીબીના દિલીપ તલાવડિયા, પ્રતાપ ખાચર, હરદીપ ધાધલને મળતા એલસીબીના કાફલાએ ત્યાં આવેલા ભીમાભાઈ રાણાભાઈ ચંદ્રાવડિયા નામના શખ્સના મકાનમાં દરોડો પાડયો હતો.

આ સ્થળે ભીમાભાઈને નાલ આપી ત્યાં ગંજીપાના વડે તીનપત્તી રમી રહેલા કેશુર માલદેભાઈ ભાટિયા, દીપક ધરણાંતભાઈ વસરા, ધરણાંતભાઈ લખમણભાઈ આંબલિયા, લાખાભાઈ દલુભાઈ ગઢવી, ભરત દેવજીભાઈ ફળદુ તથા ખીમાભાઈ દેવશીભાઈ કરંગિયા નામના છ શખ્સો મળી આવ્યા હતા.

આ સ્થળે પટમાંથી એલસીબીએ રૃા.૧,૨૫,૪૦૦ રોકડા, ત્રણ મોટરસાયકલ, ગંજીપાના મળી કુલ રૃા.૨,૨૫,૪૦૦નો મુદમાલ કબજે કર્યાે છે. સાતેય શખ્સો સામે સિટી-સી ડિવિઝનમાં જુગારધારાની કલમ-૪, પ હેઠળ ગુન્હો નોંધાવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પીઆઈ આર.એ. ડોડિયાની સૂચનાથી પીએસઆઈ વી.વી. વાગડિયા, આર.જી. ગોજિયા, કે.કે. ગોહિલ, સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઈ, બશીરભાઈ, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજી પટેલ, શરદ પરમાર, દિલીપ તલાવડિયા, ફિરોઝભાઈ, રઘુભા પરમાર, ખીમભાઈ ભોચિયા, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપ ધાધલ, પ્રતાપ ખાચર, કમલેશ ગરસર, નિર્મળસિંહ બી. જાડેજા, હીરેન વરણવા, મિતેશ પટેલ, નિર્મળસિંહ એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, એ.બી. જાડેજા, અરવિંદગીરી સાથે રહ્યા હતા.

જામનગરના કાશી વિશ્વનાથ રોડ પર આવેલા કૃષ્ણ ભવન નામના મકાનના પહેલા માળે પ્રભાબેન પોપટલાલ ગણાત્રાની માલિકીના રહેણાંકમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમાઈ રહી હોવાની બાતમી પરથી સિટી-બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડતા તે મકાનમાં વાલજીભાઈ પેથાભાઈ વઘોરાને નાલ આપી જુગાર રમી રહેલા મહેશભાઈ જયંતિભાઈ પારેખ, બિપીનભાઈ મનસુખભાઈ ઘુંચલા, વિમલ છોટાલાલ પારેખ, લત્તાબેન સૂર્યકાંત ગાંધી નામના ચાર વ્યક્તિઓ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૫૫૦૦ રોકડા, પાંચ મોબાઈલ કબજે કરી પાંચેય વ્યક્તિઓ સામે જુગારધારાની કલમ-૪, પ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.