Abtak Media Google News

નવલા નોરતા દરમિયાન ભાવિકો માતાજીની ભકિતમાં થશે લીન

રાસ ગરબાની રમઝટ સાથે માંની આરાધના થશે

ભાવભેર ગરબાનું ઘટસ્થાપન કરાશે

વિશ્ર્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રીનો આવતીકાલે શુભારંભ થવા જઈ રહ્યો છે. નવલા નોરતા દરમિયાન ભાવિકો માતાજીનું પૂજન અર્ચન કરીને તેમની આરાધનામાં લીન થશે. નવેય દિવસ રાસ ગરબાની રમઝટ સાથે માતાજીની આરાધના કરવામાં આવશે. ઉપરાંત કાલે પ્રથમ નોરતે શુભ ચોઘડીયે દરેક ઘરોમાં ભાવભેર ગરબાનું ઘટસ્થાપન કરવામાં આવશે.

આવતીકાલથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગુજરાતનો નવરાત્રી મહોત્સવ વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે લોકોમાં નવરાત્રી પૂર્વે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ઠેક ઠેકાણે ગરબી તેમજ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના નવેય દિવસ ગરબે ઝૂમીને માતાજીની આરાધના ક્રવામાં આવશે. આઉપરાંત ભાવિકો નવેય દિવસ માતાજીનું ભાવભેર પૂજન અર્ચન કરી માતાજીની ભકિતમાં લીન થશે.

હિન્દુ ધર્મના નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નાનાથી લઈને મોટા સુધી સૌ કોઈ નવરાત્રી પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે પ્રથમ નોરતે દરેક ઘરોમાં ભાવભેર પૂજન અર્ચન સાથે ગરબાનું ઘટ સ્થાપન કરવામાં આવશે. બાદમાં દરરોજ ગરબા ગાઈને માતાજીની આરાધના કરવામાં આવશે નવરાત્રી પર્વ નિમિતે નવેય દિવસ રાત્રે સુરજ ઉગ્યો હોય તેવો માહોલ સર્જાશે.

પ્રથમ નોરતે શૈલપુત્રી અને બીજા નોરતે બ્રહ્મચારીણી માઁનું પૂજન

મા નવદુર્ગાનું પહેલુ સ્વરૂપ શૈલપુત્રીના નામથી ઓળખાયછે. માતાજીએ પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી તરીકે જન્મ લીધો હોવાથી શૈલ પુત્રી નામ પડ્યું હતુ માતાજીના હાથમાં ત્રિશૂલ અને કમળ પુષ્પ સુશોભીત છે. માતાજી પોતાના પૂર્વ જન્મમા દક્ષ પ્રજાપતીના ઘરે ક્ધયા તરીકે જન્મ લીધો હતો અને વિવાહ મહાદેવજી સાથે થયેલ દક્ષ પ્રજાપતીએ હવન કરેલ પરંતુ મહાદેવજીને આમંત્રણ આપ્યું ન હતુ. આમ જયારે સતી હવદમાં જાય છે. અને પરમપિતા મહાદેવનું અપમાન થતુ જોવે છે.

ત્યારે સતી યોગાદ્દ્રાદ્વારા બળી અને ભસ્મ થાય છે. અને ત્યારબાદ બીજો જન્મ પર્વતરાજ હિમાલયને ત્યાં જન્મ લ્યે છે. અને મહાદેવજી સાથે પરણે છે. માતાજીની ઉપાસનાનો મંત્ર ૐ હ્રીં શિવાયૈ નમ: માતાજીને નૈવેધ મા દુધ અને મીઠાઈ અર્પણ કરવી.

માતાજીની નવદુર્ગા શકિતમાઁ બીજા નોરતે બ્રહ્મચારિણી સ્વરુપનું પુજન થાય છે. ચારીણી એટલે કે તપનું આચરણ કરનાર માતાજીનું સ્વરુપ જયોર્તિમય અને ભવ્ય છે. માતાજીના જમણ હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમન્ડળ છે.

પૂર્વ જન્મમાં હિમાલયને ત્યાં પુત્રી સ્વરુપે જન્મ લીધેલો અને માતાજી એ તપ કરેલુ આ તપના પ્રભાવથી માતાજીનું નામ તપચારીણી એટલે કે બ્રહ્મચારીણી થયું તપના કારણે માતાજીનું સ્વરુપ ક્ષીણ થઇ ગયું આથી માતા મેનાની ચિંતા જાય અને અવાજ કર્યો ઉમા આથી માતાજી નામ ઉમા પડેલું આવું માતાજીનું તપ જોઇ બ્રહ્માજી આકાશવાણી કરે છે કે તમને મહાદેવજી પતિના રૂપે પ્રાપ્ત થશે.

આ વર્ષે એક નોરતુ ઘટયું

શાસ્ત્રી રાજદિપ જોષીએ જણાવ્યું કે આસો શુદ એકમને બુધવારના દિવસથી નવરાત્રીનો પ્રારંભ થશે. બુધવારે સવારે એકમ એટલે કે પહેલુ નોરતું સવારના ૭.૨૩ સુધી છે. આથી બુધવારે સવારે ૬.૪૦ થી ૭.૨૩ સુધી મા ઘટ્ટ સ્થાપન કરી લેવું શુભ ગણાશે.

આ વર્ષે નવરાત્રીમાં બીજનો ક્ષયછે. અને છઠ્ઠ તિથિ બે છે તથા જયોતિષના નિયમ પ્રમાણે નોમના દિવસે શ્રવણ નક્ષત્ર છે અને અપરાહન કાળ દરમ્યાન દશમ તિથિ શરૂ થઈ જાય છે.

આથી દશેરા નોમના દિવસે તા.૧૮.૧૦ના ગૂરૂવારે દશેરા થઈ જશે આમ જોતા બુધવારથી બુધવાર નવ નોરતાના બદલે આ વર્ષે આઠ નોરતા ગણાશે.

હવન અષ્ઠમી, દુર્ગાષ્ટમી બુધવારે તા.૧૭.૧૦નાદિવસે છે. તથા દશેરા ગુરૂવારે તા.૧૮ના દિવસે છે. જયારે મહાલક્ષ્મી પુજા માટેનો શુભક દિવસ તા.૧૬ને મંગળવારે છે. ઘટ્ટ સ્થાપના વખતે માતાજીના નવ નામ બોલવા શુભ ગણાય છે. ૧. શૈલ પુત્રી, ૨. બ્રહ્મચારણી, ૩. ચંદ્રઘણ્ટા, ૪.કુષ્માણ્ડા ૫.સ્ક્ધદમાતા,૬. કાત્યાયની, ૭. કાલરાત્રી , ૮. મહાગૌરી, ૯. સિધ્ધિદાત્રી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.