Abtak Media Google News

દરેક સ્ત્રી જ્યારથી  રસોઇ કરવાનું શીખે ત્યારથી જ  તેના મનમાં અલગ-અલગ નાવી રેસિપિ બનવાનું થાય છે મન.કારણ તેને બનવું હોય છે એક આદર્શ મહારાણી ઘરની આથી  જ  સ્ત્રી માટે અવનવી વાનગીઓ બનાવવા માટે  એક આગવું આકર્ષણ ધરાવે છે,પરંતુ તેનાથી પણ મહત્વની વાત એ છે કે, આ વાનગીઓ બનાવવામાં રેસિપીનું જેટલું મહત્વ છે એટલું  જ મહત્વ કિચનની અમુક ટિપ્સ પણ આવે છે,જેનાથી કોઈ પણ સ્ત્રી પોતાના દિલ તેમજ ઘરની મહારાણી બની શકે છે.  તો એક વાર અજમાવો આ ટિપ્સ અને તમે પણ બની શકો છો કિચનને  રાણી અમે જીતી શકો છો સર્વેના દિલ.

એફકેઝેડ

ધ્યાનમા રાખવા જેવી અમુક કિચન ટિપ્સ :-

  • લીલા કે લાલ મરચાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે પહેલાં તેના ડીંટિયા કાઢી નાખો.
  • શાકભાજી સમારતી વખતે લાકડાના પાટિયાનો ઉપયોગ કરો.
  • દૂધ ગરમ કરતી વખતે તે ઉભરાય નહીં, તે માટે તપેલીની કિનારી પર સહેજ ઘી લગાવો.
  • પ્રેશર કૂકરની રિંગ ઢીલી થઇ ગઇ હોય તો તેને થોડો સમય ફ્રજિમાં મૂકી દેવાથી તે ફરી વપરાશમાં લઇ શકાશે.
  • ખાંડના ડબ્બામાં ૬-૭  લવિંગ નાખવાથી ખાંડમાં કીડીઓ નહી લાગતી.
  • કાપેલા સફરજનમાં લીંબૂની થોડા ટીંપા નાખવાથી સફરજનના ઉપરનો ભાગ કાળું નહી થાય.
  • ગરમીમાં કીડીઓના કારણ પરેશાની હોય છે. તે સમયે ટ્યૂબલાઈટની પાસે ડુંગળી ૧-૨  લટકાવી નાખો.
  • લસણ ફોલતાં પહેલાં લસણની કળીઓને નવશેકા પાણીમાં પલાળી રાખવાથી તેના ફોતરાં સહેલાઈથી નીકળી જાય છે.
  • શીરો બનાવવા માટે ક્યારેય તેમાં પાણી ન નાખશો, તેમા હંમેશા ચાસણી બનાવીને નાખો.
  • બટાકાને લાંબા કાપીને ઉકાળવાથી જલ્દી બફાઇ જાય છે.
  • લોટ બાંધતા સમયે પાણીમાં થોડું દૂધ મિક્સ કરવાથી રોટલી વધારે સ્વાદિષ્ટ થઈ જાય છે.
  • ભાતને ચઢાવતી વખતે ઉમેરો તેમાં ૨ ટીપાં લીંબુનો રસ આપના ભાત બનશે સફેદ અને ફુલેલા દાણાના.
  • પંજાબી શાકની ગ્રેવીને  ઘટ બનાવમાં માટે તેમાં  ૧ ચમચી ઉમેરો કાજુની પેસ્ટ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.