Abtak Media Google News

સબ ઇન્સ્પેક્ટર ઇમ્તિયાઝ અહેમદની હત્યામાં સામેલ આતંકી અન્સાર-ઉલ હકની ધરપકડ

રાજધાની દિલ્હીમાં બે શંકાસ્પદ આતંકવાદીઓ ધુસ્યા હોવાનું અને તેનાથી લોકોને સાવચેત રહેવાની સલાહ દિલ્હી પોલીસે જાહેર કરી છે. આ લુબઆઉટ નોટીસમાં જણાવાયું છે કે ડાર્ક કુર્તા  અને ધાર્મિક મથાળામાં દિલ્હી ૩૬૦ કી.મી. અને ફીરોઝપુર ૯ કીમી ના માઇલસ્ટોન પાસે ઉભેલા બે દાઢીધારી શખ્સોનો ફોટો ૫ણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં આ શંકાસ્પદ શખ્સો દેખાય તો તુરંત પોલીસને જાણ કરવા તાકીદ કરાય છે.

ભારત-પાકિસ્તાનની સીમા પર આવેલા ફિરોઝપુરમાં આતંકવાદીઓની હાજરીની તસ્વીરો બાદ પંજાબ પોલીસે ચેતવણી આપી હતી કે રાજયમાં ધુસેલા છ થી સાત જેટલા જૈશ-એ-મહંમદના આતંકવાદીઓ દિલ્હી તરફ જઇ શકે છે. આ આતંકવાદીઓને પકડી પાડવા પંજાબ પોલીસના કાઉન્ટર ઇન્ટેલીજન્સ વિભાગના આઇજીપીએ જણાવ્યું હતું કે તમામ માર્ગો પર કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

ભારત-પાકિસ્તાન સરહદ પર સંરક્ષણની બીજી હરોળની સમીક્ષા આજે મજબુત કરવાની જરુર હોવાનું જણાવીને આઇજીપીએ બોર્ડર સીકયુરીટી ફોર્સ અને અન્ય સંરક્ષણ સંસ્થાઓ વચ્ચે સંકલન કરવાની જરુર પર ભાર મુકયો હતો. આ આતંકવાદીઓ પઠાણકોટ જેવા આતંકવાદી હુમલો કરે તેવી સંભાવના વ્યકત કરીને આ આતંકવાદીઓ જમ્મુથી ઇનોવા કારમાં આવ્યા હતા. અને માદોપુર નજીક ડ્રાઇવરને ધમકી આપીને ઉતારીને નાસી છુટયા હતા. જેથી સમગ્ર તંત્ર હાઇએલર્ટમાં આવી ગયું છે.

જમ્મુમાં હિઝબુલના ૪ આતંકવાદી ઠાર: એક અલગાવવાદી પણ મરાયો

હિઝબુલના ટોપ કમાન્ડર અલ્તાફ કાચ‚એ એન્કાઉન્ટરમાં મૃત્યુ પામ્યાની થોડી જ કલાકોમાં દક્ષીણી કશ્મીરના સોપીયા જિલ્લામાં આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. જેમાં હિઝબુલ મુઝાહુદ્દીનના ૪ આતંકીઓ ઠાર મરાયા અને એન્કાઉન્ટરમાં સેનાના બે જવાનો ઘાયલ થયા હતા.

પોલીસના અધિકારીએ જણાવ્યું કે, સોપીયા જિલ્લાના નાદી ગામમાં આતંકીઓ હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળો ખડેપગે તૈનાત રાખવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા આતંકવાદીઓમાં આબીદ નઝીર ચોપન, બસરત નેનગૃ, મહેરાઝુદ્દીન નજર અને મલ્લીક જાદા ઈનામ ઉલ હક હોવાનું સામે આવ્યું હતું.

આ ચારેય આતંકવાદીઓ સક્રિય આતંકી સંગઠન હિઝબુલ મુઝાહુદ્દીન સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, એન્કાઉન્ટર સમયે સુરક્ષા સેનાનીઓ તેમજ આતંકીઓ વચ્ચે ભારે ગોળીબાર અને અથડામણ થઈ હતી. ઘટના સ્થળેથી કેટલાક હથિયારો મળી આવ્યા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

કાબુલમાં આતંકવાદી હુમલામાં ૫૦ મરાયા: ૧૦૦થી વધુ ઘાયલ

અફઘાનની રાજધાની કાબુલમાં મંગળવારે એક સ્યુસાઈડ બોમ્બરે મોટી સંખ્યામાં એકત્ર ઈસ્લામી વિધ્વાનોને નિશાનો બનાવતા ૫૦ લોકોએ જીવ ગુમાવ્યા તો ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા જેમાંથી ૨૦ લોકોની હાલત વધુ ગંભીર હોવાનું સામે આવ્યું હતું.

હજારો ઈસ્લામીક વિધ્વાનો કુરાન પઢવા તેમજ ઈદ મિલાદ ઉલ નબી તહેવારની ઉજવણી કરવા માટે ખાનગી બેન્કવેટ ઉરનુસ નામના વેડીંગ હોલમાં એકત્ર થયા હતા. કાબુલથી તદ્દન નજીક આ બેન્કવેટ હોલમાં ઈસ્લામીક ધર્મના અનુયાયીઓ પણ સામેલ હતા. જયારે સ્યુસાઈડ બોમ્બરના વિસ્ફોટને કારણે તાત્કાલીક ધોરણે ૩૦ એમ્બ્યુલન્સો દોડતી કરવામાં આવી હતી. ઘટનામાં ૪૦ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.