Abtak Media Google News

રાજયભરમાંથી શાળા આરોગ્ય કાર્યક્રમનો આરંભ થયો છે. જેના અનૂસંધાને આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત રાજકોટ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર  સણોસરાની પ્રાથમીક શાળામાં આ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીત દ્રારા કરવામાં આવેલ. તે પછી કાર્યક્રમના હેતુઓ વિષે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર  સણોસરાના મેડીકલ ઓફીસર ડો.એચ.પી.પટેલ દ્રારા વિગતે છણાવટ કરવામાં આવેલ હતી.

શાળા આરોગ્ય ઉધ્ધાટન સમારંભમાં એપેડેમીક મેડીકલ ઓફીસર, ડો.એન.એમ.રાઠોડ તેમજ તાલુકા હેલ્થં ઓફીસર ડો.જી.ગોહીલ. રાજકોટ તાલુકાના આરબીએસકે મેડીકલ ઓફીસરઓ, તથા પ્રાથમિક શાળાના, અચાર્ય તેમજ શિક્ષકો ગ્રામ્ય૭ આગેવાનો એ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.12 12ઉપસ્થીત તમામ મહાનુંભાવોનું પુષ્પગુચ્છથી આપી શાળાની બાળાઓ દ્રારા સન્માન કરવામાં  આવેલ હતું.  શાળા આરોગ્ય કાર્યક્રમનું ઉદઘાટન  એપેડેમીક મેડીકલ ઓફીસર, ડો.એન.એમ.રાઠોડ તથા ઉપસ્થીત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવેલ હતું.

તેમજ આ કાર્યક્રમમાં સપ્ત ધારા ટીમ દ્રારા શાળા આરોગ્યત કાર્યક્રમ અંગેનું નાટક યોજવામાં આવેલ. શાળા આરોગ્ય કાર્યક્રમ દરમ્યાન શાળાના પટાંગણમાં મહાનુભાવોના હસ્તક વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ હતું. જે મહાનુભાવોએ હાજરી આપી નિહાળી હતી.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના ડો. એચ.પી.પટેલ તેમજ આરોગ્યની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.  અંતે રાજકોટ તાલુકાના આરબીએસકેના મેડીકલ ઓફીસર દ્રારા તમામ મહાનુભાવો પોતાનો અમૂલ્ય સમય લઇને કાર્યક્રમને સફળ બનાવ્યો તેમનો ખૂબખૂબ આભાર વ્યકત કરી આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.