Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખામંડળ તાલુકામાં બે દિવસ પૂર્વે દેવાભાઈ બુજડ નામના ખેડૂત ના ઘરમાં થી તસ્કરો એ હાથફેરો કરી અને ૩ લાખ ઉપરાંત ના દાગીનાના ચોરી અને ફરાર થઇ જતા પોલીસની ઠંડી ઉડી જવા પામી હતી,અને પોલીસ ચારેકોર આ ચોર ઇસમોને ઝડપી પાડવા રાતદિવસ એક કરી રહી હતી, એવામાં જામનગર એલસીબીને આ ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલી નાખવામાં સફળતા મળી છે.

Img 20181202 Wa0022દેવીપૂજક બે મહિલા અને બે પુરુષો ની ટોળકીએ ચોરીને અંજામ આપ્યા બાદ દેવાભાઈ ના ઘરમાં થી મળેલ દાગીનાઓ વેચાણ કરવા માટે જામનગરના ચાંદીબજારમાં આવેલ હતા,જ્યાં તેવો એક સોની વેપારીની દુકાને ગયા હતા,અને ત્યાં તેવો એક બાદ એક થેલામાં થી દાગીનાઓ કાઢવા લાગ્યા હતા, પણ દાગીનાઓની બનાવટ અને વેચાણ કરવા આવનાર લોકો પર વેપારીને કઈક શંકા લાગી હતી.

Img 20181202 Wa0020

અને સોની વેપારી જે ભાવ કહે તે ભાવે આ ટોળકીની મહિલાઓ દાગીના વેચાણ કરવા માટે તૈયાર થઇ ગઈ હતી,તેથી વેપારીને વધુ શંકા લાગતા તેને આ મામલે જામનગર એલસીબી નો સંપર્ક કરતાં એલસીબી ટીમ પણ ત્યાં પહોચી અને દાગીના વેચાણ કરવા આવેલ બે મહિલાઓ અને બે પુરુષની આકરીઢબે પૂછપરછ કરતાં તેવો એ આ તમામ મુદામાલ દ્વારકામાં થી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

પોલીસે ગોપાલ દેવજીભાઈ ચૌહાણ,મનોજ સામત પરમાર,રીના મનોજ પરમાર,અને તખીબેન નાથા વાઘેલા ની અટકાયત કરી તેમના કબજામાં થી ૩ લાખના સોનાચાંદીના દાગીના કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Img 20181202 Wa0023

આમ દ્વારકામાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં જામનગર એલસીબી ટીમને ગણતરીની કલાકોમાં જ સફળતા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.