Abtak Media Google News

ઔદિચ્ય મહારાજ ઘેલારામજી દાદાના પરીવારનાં નૂતન વર્ષનો સ્નેહમિલન સમારંભ તાજેતરમાં યોજાયો હતો. જેમાં જ્ઞાતિજનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં જ્ઞાતિના અગ્રણીઓ, એડવોકેટ દિલીપભાઈ મહેતા, હર્ષદભાઈ રાવલ, ઉદયભાઈ પંડયા અને ઈન્દ્રવદનભાઈ રાજયગુરુએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોસ્પિટલમાં દાખલ થનાર કુટુંબીજનોને મેડિકલ સહાય-યુવક-યુવતીઓ માટે મેરેજ બ્યુરો સારા નરસા પ્રસંગોએ સૌ જ્ઞાતિજનોને એકત્રિત થવા તથા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો પણ નિર્ણય લેવાયો હતો.

આ કાર્યક્રમની શરૂઆતમાં જ્ઞાતિજનોના વડીલો નટવરલાલ રાજયગુરુ, બકુલભાઈ વ્યાસ, મનુભાઈ મહેતા, જગદીશભાઈ રાજયગુરુ, પન્નાબેન રાજયગુરુ, નિર્મળાબેન ઠાકર, હંસાબેન રાજગુરુ વગેરેના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. દાદાની પૂજનવિધિ અને આરતી હર્ષદભાઈ જે.રાવલ પરીવાર દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જ્ઞાતિજનોની વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. બેંકના મેનેજર, પ્રોફેસર, શિક્ષકો, એડવોકેટો, ડોકટરો અને ધંધાર્થીઓએ પણ હાજરી આપીને કાર્યક્રમને દિપાવેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે સુધીરભાઈ પંડયા, કનુભાઈ ભટ્ટ, સંજયભાઈ પંડયા, વિજયભાઈ દવેએ સમિતિના સભ્યો મહેન્દ્રભાઈ જે.પંડયા, ચંદ્રકાંતભાઈ સી.જોશી, ઉદયભાઈ જે.પંડયા, તેજશ પ્રદિપભાઈ રાજયગુરુ, સુધીરભાઈ જે.પંડયા, જગદીશભાઈ એમ.રાજયગુરુ, દિપકભાઈ રાજયગુરુ, બ્રીજેશભાઈ પી.પંડયા, દિપકભાઈ ડી.પંડયા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમાં ઔદિચ્ય મહારાજશ્રી ઘેલારામજી બ્રાહ્મણ સોશ્યલ ગ્રુપની સ્પર્ધાના કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે જ્ઞાતિજનોએ પોતાના તરફથી આ કાર્યક્રમમાં ડોનેશન જાહેર કર્યું હતું. કાર્યક્રમ માટે મેઘાણી રંગભવનની વ્યવસ્થા વિનામૂલ્યે હર્ષદભાઈ રાવલ તરફથી કરવામાં આવી હતી. બોલબાલા ચેરી.ટ્રસ્ટના જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય, આનંદભાઈ જોષી તેમજ કનૈયાલાલ ભટ્ટે પણ સહયોગ સાંપડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.