Abtak Media Google News

વર્લ્ડ બેન્કના ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશનનો રિપોર્ટ: વિશ્વભરમાંથી પસંદ કરાયેલા ૬ શહેરમાં રાજકોટની પસંદગી

વૈશ્વિક જળ વાયુ પરિવર્તન (ગ્લોબલ વોર્મિંગ)ના પડકારો રાજકોટ શહેર માટે એક શાનદાર અવસર બની શકે તેમ છે. સૌરાષ્ટ્રનાં આર્થિક હબ રાજકોટમાં ક્લાઈમેટ ચેન્જ ક્ષેત્રમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં અને ભવિષ્યમાં ક્રમશ: હાથ ધરવામાં આવનારા વિવિધ પ્રોજેક્ટ્સમાં મૂડી રોકાણની ઉમદા તકો ઉભી થઇ રહી છે. “વર્લ્ડ બેંકના મેમ્બર સંગઠન “ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (આઈ.એફ.સી.)નાં ગત તા.૩૦ મી નવેમ્બરનાં એક રીપોર્ટમાં એમ જણાવાયું છે કે, આગામી વર્ષ  ૨૦૩૦ સુધીમાં રાજકોટ શહેર ક્લાઈમેટ ક્ષેત્રમાં કુલ આશરે ૪ અબજ ડોલર જેટલું જંગી મૂડી રોકાણ આકર્ષિત કરી શકે એમ છે તેમ, મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

આ રીપોર્ટ વિશે વધુ વાત કરતા મ્યુનિ. કમિશનરે એમ કહ્યું હતું કે, “ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા આ રીપોર્ટ તૈયાર કરવા માટે વિશ્વભરમાંથી ખાસ પસંદ કરાયેલા છ શહેરોમાં રાજકોટનો પણ સમાવેશ કર્યો હતો. સાઉ એશિયા રીજીયનમાં આગામી વર્ષ-૨૦૩૦ સુધીમાં કુલ આશરે ૨.૫ ટ્રિલિયન જેટલું કુલ મૂડી રોકાણ વાની ધારણા “ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન સેવે છે કે પૈકી રાજકોટ ૪ અબજ ડોલર જેવું રોકાણ મેળવી શકે તેવી ક્ષમતા ધરાવતું હોવાનું આ રીપોર્ટમાં દર્શાવાયું છે.

“ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા વિશ્વના છ ઝોનમાંથી એક એક શહેર પસંદ કરવામાં આવેલ જેમ કે, ઈસ્ટ એશિયા એન્ડ પેસિફિક રીજીયનમાંથી જાકાર્તા, સાઉ એશિયામાંથી રાજકોટ, યુરોપ એન્ડ સેન્ટ્રલ એશિયામાંથી બેલગ્રેડ, મિડલ ઈસ્ટ એન્ડ ર્નો આફ્રિકામાંથી અમ્માન, સબ સહારા આફ્રિકામાંથી નાઈરોબી અને લેટિન અમેરિકામાંથી મેક્સિકોને આ રીપોર્ટમાં આવરી લીધા હતાં.

આ રીપોર્ટમાં વધુમાં એમ પણ દર્શાવાયું છે કે, રાજકોટમાં જે ૪ અબજ ડોલરનાં મૂડી રોકાણની ધારણા સેવવામાં આવી રહી છે તે પૈકી અડધોઅડધ રકમ એટલે કે ૨ અબજ ડોલરનું રોકાણ ગ્રીન બિલ્ડીંગ ક્ષેત્રે, ૧.૨ અબજ ડોલર પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ઇલેક્ટ્રિક વાહનોમાં, ૨૨૦ મિલિયન ડોલર અર્બન વોટર સેક્ટર, ૧૩૦ મિલિયન દોલત રિન્યુએબલ એનર્જી અને ૫૦ મિલિયન ડોલર જેવું મૂડી રોકાણ વેસ્ટ મેનેજમેન્ટ સેક્ટરમાં આકર્ષિત થઇ શકે છે તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ ઉમેર્યું હતું.

રાજકોટ “સ્માર્ટ સિટી મિશનમાં સમાવિષ્ટ યું હોઈ બાંધકામ ક્ષેત્રે સાતત્યપૂર્ણ પ્રગતિ જળવાઈ રહેશે તેવી આશા વ્યક્ત કરી રહેલા આ રીપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, રાજકોટ શહેરમાં સને ૨૦૧૨-૧૩માં વાતાવરણમાં કાર્બન ઉત્સર્જનનું જે પ્રમાણ હતું તેમાં આગામી વર્ષ ૨૦૨૦ સુધીમાં ૨૫ ટકા જેટલો ઘટાડો કરવા માટે પ્રયત્નશીલ અને કટિબધ્ધ છે. રાજકોટમાં અત્યારે રહેણાંક બિલ્ડીંગોમાંથી ૩૩ ટકા અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાંથી ૨૭ ટકા જેવું કાર્બન ઉત્સર્જન થાય છે.

“ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનના સી.ઈ.ઓ. ફિલિપ લે હ્યુરો એમ કહે છે કે, ક્લાઈમેટ ચેન્જનાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાની તાતી જરૂરીયાત જણાય છે. આપણે સૌએ ર્અપૂર્ણ પગલાંઓ લેવા જ પડશે. ક્લાઈમેટ ચેન્જ એક સમસ્યા છે તો બીજી બાજુ તેની નકારાત્મક અસરો ઓછી કરવા માટેના વિવિધ પ્રોજેક્ટમાં ટ્રિલિયન ડોલર જેવા જંગી મૂડી રોકાણની અસીમિત તકો પણ સર્જાઈ રહી છે.

આ સંજોગોમાં જે તે સ્માર્ટ શહેરે ક્લાઈમેટ ચેન્જનાં પડકારોનો સામનો કરવા માટે જે કાંઈ પ્રતિબધ્ધતા દર્શાવી છે તેને વળગી રહી આવશ્યક સુધારો અમલમાં મુકવાનું ચાલુ રાખી ખાનગી ક્ષેત્રમાંથી વધુ મૂડી રોકાણ આકર્ષિત કરવું જોઈએ. “ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન કહે છે કે, આ રીપોર્ટ માટે રાજકોટ શહેરની પસંદગી રાજકોટ પાસે રહેલા એવા ડેટાબેઝનાં આધારે કરવામાં આવી છે જેની અમારે આવશ્યકતા હતી.

કયા ક્ષેત્રમાં કેટલું મૂડી રોકાણ વાની ધારણા?

રાજકોટમાં જે ૪ અબજ ડોલરનાં મૂડી રોકાણની ધારણા સેવવામાં આવી રહી છે તે પૈકી અડધોઅડધ રકમ એટલે કે ૨ અબજ ડોલરનું રોકાણ ગ્રીન બિલ્ડીંગ ક્ષેત્રે, ૧.૨ અબજ ડોલર પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ઇલેક્ટ્રિક વાહનોમાં, ૨૨૦ મિલિયન ડોલર અર્બન વોટર સેક્ટર, ૧૩૦ મિલિયન દોલત રિન્યુએબલ એનર્જી અને ૫૦ મિલિયન ડોલર જેવું મૂડી રોકાણ વેસ્ટ મેનેજમેન્ટ સેક્ટરમાં આકર્ષિત થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.