Abtak Media Google News

પંજાબ નેશનલ બેન્ક(પીએનબી)ના કરોડો રૂપિયાની લોન લઈને ભાગી જનાર મેહુલ ચોક્સી પર ઇન્ટરપોલએ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરી છે. સીબીઆઈની માંગપર ઇન્ટરપોલએ આ નોટિસ ઇસ્યુ કરી છે. જાણકારી અનુસાર મેહુલ ચોક્સીએ એન્ટિગુઆ સરકારના કોમનવેલ્થ કરાર ખિલાફ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે

મહેુલ ચોક્સીના સાથી દીપક કુલકર્ણીને તાજેતરમાં કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. દીપક કુલકર્ણી જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે હોંગકોંગથી ભારત આવી રહ્યા હતા. પીલએલ એક્ટ હેઠળ કુલકર્ણીને ધરપકડ કરવામાં આવી છે. જાણકારી અનુસાર દીપક હોંગકોંગમાં મહેુલ ચોક્સીનો સમગ્ર વ્યવસાયને હેન્ડલ કરે છે. તે મેહુલ ચોક્સીની કંપનીના ડિરેક્ટર પણ હતા. સીબીઆઈ અને ઇડીની વતી દીપક સામે લૂકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી, ત્યારબાદથી સર્ચ ચાલુ રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.