Abtak Media Google News

નિર્ણય ન્યાયીક પ્રણાલીમાં ઘણા ખરા અંશે અસરકારક નિવડશે

યુપીએસસી દ્વારા ઓલ ઈન્ડિયા જયુડીશ્યલ સર્વિસ માટે લેવામાં આવેલી પ્રવેશ પરીક્ષામાં શું અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવશે તે મુદ્દે ઘણી ખરી ચર્ચા વિચારણાઓ શરૂ થઈ છે. આ બાબતે કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, ન્યાયીક અધિકારીઓનું સમન્વય થાય તે માટે અનેકવિધ મુદ્દાઓને સુધારવામાં મદદ કરશે.

પ્રવેશ પ્રક્રિયા પર પરીક્ષા આધારીત ઈન્ટેક ધરાવતી ઓલ ઈન્ડિયા ન્યાયીક સેવા ભૂતકાળમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે અને રવિશંકર પ્રસાદે ન્યાયતંત્રને વધુ સુદ્રઢ અને ન્યાયીક પ્રતિનિધિઓને વધારો કરવાની જરૂરીયાત પણ દર્શાવી છે. કાયદા પ્રધાને પ્રવેશ સ્તર પર એસસી/એસટી કવોટાને સમર્થન આપ્યું છે. જયારે રવિશંકર પ્રસાદે જણાવતા કહ્યું હતું કે, યુનિયન પબ્લિક સર્વિસીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ન્યાયીક સેવાઓની પરીક્ષામાં એસસી/એસટી માટે અનામત હોય તે પ્રકારની સિવિલ સર્વિસીસ માટે ઈન્ટેક રાખવી જોઈએ. સિવિલ સર્વિસ માટેની ઈન્ટેકના આધારે જ અનામત આપી શકાય જે પસંદ કરેલા રાજયોને ફાળવવામાં આવી શકે છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, યુપીએસસી મોડલ દ્વારા ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસીસ માટે ઓબીસીને સુવિધાની જોગવાઈ આપવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટે આદેશ પણ આપ્યો છે કે, સુવ્યવસ્થિત ન્યાયીક સેવા કરી શકે તે માટે શાળાઓ કે જે, કાયદાઓનું જ્ઞાન આપે છે તથા યુવા પ્રતિષ્ઠીત ન્યાયીક અધિકારીઓ પાસેથી પ્રતિભા આકર્ષીત કરી અન્ય જિલ્લાઓને તેનો લાભ મળી શકે તે પ્રકારના પ્રયાસો કરવા જોઈએ. સાથો સાથ નબળા વિભાગો માટે અનામતની જોગવાઈ સાથે ન્યાયીક સેવામાં રજૂ કરવાના પગલાને આવકારવામાં આવ્યું હતું અને લાંબા સમયથી બાકી રહેલી માંગોને પહોંચી વળવા આસ્વાશન પણ આપવામાં આવ્યું હતું. જો કે, રવિશંકર પ્રસાદે સમગ્ર ભારતની ન્યાયીક સેવાની જરૂરીયાત ઉભી કરી છે પરંતુ ખાલી જગ્યાઓ અને નિમ્ન અદાલતના વિસ્તરણને સંબોધવા માટે ન્યાયીક અને કાનૂની બંધારણીયતા દરખાસ્તને નરમ પણ બનાવી છે. પ્રધાન મંડળનો તાત્કાલીક દબાણ એવા સમયે આવે છે જયારે કેન્દ્ર બંધારણીય અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂંક માટે મેમોરેન્ડમ ઓફ પ્રોગ્રામ પર સફળતા મેળવવા માંગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.