Abtak Media Google News

સિમેન્ટ અને લોખંડની ખરીદી કરી ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહી ઠગાઇ કરી

શહેરના મવડી રોડ પર આવેલા ઉદયનગરમાં વિશાલ કોમ્પ્લેક્ષમાં અમૃત સ્ટીલ અને અમૃત ટ્રેડર્સ નામની પેઢીમાંથી જેતપુર તાલુકાના સમઢીયાળા ગામના બે શખ્સોએ પોતાની ખોટી ઓળખ આપી રૂ.૬.૮૯ લાખનું લોખંડ અને સિમાન્ડની ખરીદી કરી ઓનલાઇન પેનેન્ટ કરવાનું કહી છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજશ્રૃંગાર પાર્ટી પ્લોટ પાસે રહેતા નરશીભાઇ મોહનભાઇ કાકડીયાએ જેતપુર તાલુકાના સમઢીયાળા ગામના શૈલેષ છગન ઉધાડ અને કલ્પેશ વ્રજલાલ વોરા સામે રૂ.૬,૮૯ લાખની છેતરપિંડીની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સમઢીયાળા ગામના શૈલેષ ઉંધાડ અને કલ્પેશ વોરા ઉદયનગરમાં આવેલી અમૃત સ્ટીલ અને અમૃત ટ્રેડર્સ નામની દુકાને જઇ પોતાની કલ્પવૃક્ષ સોસાયટી પાછળ સાઇડ ચાલતી હોવાની ખોડી ઓળખ આપી પોતાને જથ્થાબંધ ભાવે લોખંડ અને સિમેન્ટની ખરીદી કરવાનું કહી ગત તા.૧ જાન્યુઆરીએ બંને શખ્સોએ રૂ.૧.૨૭ લાખની કિંમતની ૪૪૦ થેલી સિમેન્ટ અનેરૂ.૫.૬૧ લાખની કિંમતનું ૧૨,૨૦૦ કિલો લોખંડની ખરીદી કરી રૂ.૬.૮૯ લાખ ઓનલાઇન પેમેન્ટ કરશે કહી લોખંડ અને સિમેન્ટની ખરીદી કરી પેમેન્ટ ન કરી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. મલાવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ. આર.એ.જાડેજા સહિતના સ્ટાફે સમઢીયાળાના શૈલેષ છગન ઉઘાડ અને કલ્પેસ વોરા સામે છતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.