Abtak Media Google News

શિક્ષકો પર બાળ જાતીય શોષણ પોસ્કો હેઠળ ગુન્હો નથી નોંધાયો તેનું સોગંદનામું અને પોલીસ સ્ટેશનનું ચરિત્ર પ્રમાણપત્ર આપવા શિક્ષણ વિભાગના પરિપત્રથી ખળભળાટ

ભારતીય સંસ્કૃતિમાં અનાદિકાળથી ગૂ‚નો અનોખો મહિમા કહેવામાં આવ્યો છે. ભગવાનશ્રી રામ, શ્રી કૃષ્ણ વગેરે પણ પોતાના રાજમહેલ છોડીને જીવનના પાઠ શીખવવા ‘ગુરૂકુલ’માં રહીને ગૂરૂ પાસેથી પોતાના ચારિત્ર્યનું ઘડતર કરતા હતા આ ગૂરૂ-શિષ્યની અનોખી પરંપરાના ભાગ‚પે જ ગૂરૂપૂર્ણિમા તહેવાર ઉજવીને ગૂ‚એ આપેલા જ્ઞાન બદલ શિષ્યો તેમનું ભગવાન સમાન ગણીને પૂજન કરતા હતા પરંતુ ગુલામીકાળ દરમ્યાન અંગ્રેજોએ આપેલી હાલની શિક્ષણ પધ્ધતિના કારણે ગૂરૂ શિષ્યની દાયકાઓ જૂની પરંપરા ધીમે ધીમે વિસરાઈ રહી છે. આ વિસરાતી પરંપરા પાછળ ગુરૂ શિષ્યો આજે વાલીઓને પણ થોડાઘણા અંશે જવાબદાર માનવામાં આવે છે.

વર્તમાન સમયમાં શિક્ષકો અને સમાજ પોતાનો ધર્મ ભૂલી ગયા હોય ગૂરૂ શિષ્યના સંબંધોમાં સતત ઓટ આવી રહી છે. જેના કારણે એક સમયે જેને ભગવાન કરતા વધારે આદર અપાતો હતો તેવા ગૂરૂઓનો ચારિત્ર્ય પર પણ શંકાની આંગળીઓ ઉઠવા લાગી છે. તાજેતરમાં બનેલી આવી અનેક ઘટનાઓ બાદ શિષ્યમાં ચરિત્રનું ઘડતર કરનારા શિક્ષકોનેતેમના ચરિત્રનું પ્રમાણપત્ર આપવું પડે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે.

તાજેતરમાં અમદાવાદના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એક પરિપત્ર જાહેર કરીને દરેક પ્રાથમીક્ શિક્ષકોને તેમના પર બાળ સતામણીનો પોસ્કોનો કેસ પડતર નથી તેવું સોગંદનામું અને પોલીસ સ્ટેશનમાંથી ‘ચરિત્ર’ પ્રમાણપત્ર આપવા જણાવ્યું છે. અનેક શિક્ષકોએ આ પગલાને આવકાર્યું છે. જયારે અનેક શિક્ષકોએ તંત્રના આ પગલાને કઠોર માન્યા છે.

આ પહેલા સીબીએસઈ તંત્ર દ્વારા પણ તેના શિક્ષકો માટે આ જ પ્રકારનો પરિપત્ર બહાર પાડયો હતો જેને રાજય સરકાર દ્વારા અમલમાં મૂકીને આ પરિપત્ર બહાર પાડયો છે.આ અંગે અમદાવાદના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.એન. પટેલે જણાવ્યું હતુ કે રાજય સરકારના આદેશ બાદ આ પરિપત્ર પ્રસિધ્ધ કરીને શિક્ષકો પાસેથી સોગંદનામા અને ચરિત્ર પ્રમાણપત્ર માંગવામાં આવ્યા છે.

આરટીઈના કાયદામાં પણ આ અંગેની જોગવાઈ કરવામાં આવી છે. તંત્રના આ પરિપત્રથી અમદાવાદ શહેર સિવાયના જિલ્લા વિસ્તારનાં ૭૦૦૦થી વધારે શિક્ષકો ખૂશ નથી તેમને જણાવ્યું હતુ કે અમો માનીએ છીએ સરકારનું આ પગલુ બાળ સુરક્ષાને સુનિશ્ચિત કરવાનું છે. પરંતુ શિક્ષકોની સંખ્યા ખૂબ ઉંચી છે. અગાઉના ઈતિહાસમાં શાલાઓ અને શિક્ષકો માટે આ પગલા લેવામાં આવ્યા નથી તેનાથી શિક્ષકો અને સમાજમાં અવિશ્વાની લાગણી પેદા થશે.

એક શિક્ષકે પોતાના વિરોધમાં જણાવ્યું હતુ કે આ પરિપત્રથી તંત્રના પેપરવર્ક કાર્યમાં વધારો થશે એકતરફ સરકાર શિક્ષકોને સતત વિવિધ પ્રકારની અન્ય કામગીરીમાં જોતરી રહ્યા છે. અને આ નવા પરિપત્રથી વધુ કામગીરી આવી પડશે.

શિક્ષણ વિભાગના દીશાનિર્દેશ મુજબ તમામ શાળાઓનાં શિક્ષકોએ વ્યકિતગત સોગંદનામું કરીને તેમના સામે બાળકોને જાતીય શોષણથી બચાવતા પોસ્કો એકટ હેઠળ ગુન્હા નોંધાયેલા નથી જે ઉપરાંત તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં શિક્ષકોએ જાહેર કરવું પડશે કે તેઓ કયારેય જાતીય અવરોધો અથવા ભૂતકાળમાં અન્ય કોઈ હિંસા માટે દોષી ઠર્યા હોય તો તેની વિગતો પણ આપવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.