Abtak Media Google News

લીંબડી રેલ્વે સ્ટેશન પર શ્રીમતી રૂપા શ્રીનિવાસન (ડી.આર.એમ.) મુલાકાત લેવા માટે આવેલ હતા. આગામી ૧પ/૦ર/ર૦૧૯ નાં રોજ લીંબડી રેલ્વે સ્ટેશન ખાતે અનિલકુમાર ગુપ્તા (જી.એમ.) આવવાનાં હોઇ ડી.આર.એમ. શ્રીમતી રૂપા શ્રીનિવાસને મુલાકાત લઇ લીંબડી રેલ્વે સ્ટેશનની ક્ષતીઓ દુર કરવા જણાવેલ હતું.

Advertisement

વધુમાં ડી.આર.એમ. એ લીંબડીનાં બીજા નંબરનાં પ્લેટફોર્મ ને ઉંચુ લેવા તાકીદ કરી હતી. તેમજ રીક્ષા પાર્કિંગને પણ સુદ્ઢ રીતે વ્યવસ્થા કરાવવા જણાવેલ હતું. લીંબડી રેલ્વે સ્ટેશનને રંગ રોગાન કરી તેમજ લાઇટ તથા ગાડીની જાહેરાત તેમજ માહિતી માટે કર્મચારી માટે  માઇક માં બોલી શકે તે માટે માઇકની વ્યવસ્થા કરવા રજુઆત કરી હતી.

જયારે બે ટ્રેનનું ક્રોસીંગ થાય ત્યારે એનાઉન્સમેન્ટ ની ખાસ જરૂરીયાત રહેતી હોય છે. તેમજ એક બગીચો બનાવવા પણ જણાવવામાં આવેલ હતું. તથા પેસેન્જરની પીવાના પાણીની સુવિધા માટે એક કુલર પણ મુકવા જણાવવામાં આવેલ હતું. ડી.આર.એમ. શ્રીમતિ રૂપા શ્રીનિવાસનની મુલાકાત દરમ્યાન ડી.સી.એમ. શ્રી માશુક એહમદ તેમજ પી.એ.ટુ ડી.સી.એમ. શ્રી નરેન્દ્રિસંહ ઝાલાએ પણ હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.