Abtak Media Google News

રાજકોટ શહેરની વધતી જતી વસ્તી તથા વધતા જતા વાહનોના નિયમન માટે ટ્રાફીક પોલીસ દ્વારા ખુબજ ઉમદા કામગીરી થઇ રહી છે પરંતુ વસ્તી અને વાહનોના પ્રમાણમાં મોટી સંખ્યામાં વધારો થયો છે. ટ્રાફીક પોલીસને સ્ટ્રેન્થ ખુબજ ઓછી હોઇ ભરતી કરાઇ જેમાં ખાસ કરી ને રાજકોટ શહેરની ટ્રાફીબ બ્રિગેડની સ્ટ્રેન્થ ૮૦૦ જેટલી મંજુર કરવામાં આવી છે.

આ પ્રક્રિયામાં જેમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ જોઇન્ટ પોલીસ કમીશ્નર ખત્રી ડીસીપી જાડેજા, એસીપી ઝાલા ટ્રાફીક હેડ કવાટરર્મના ખાંડેકા રાજકોટ શહેર ટ્રાફીક એજયુકેશન ટ્રસ્ટના ડી.એમ. વાઘેલા  જયેશ ઉપાઘ્યાય, નીતીનભાઇ ભગદેવ, જગદીશભાઇ દોંગા સહીતના ટ્રસ્ટીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

આ ભરતી પ્રક્રિયામાં સેવા આપવા માટે ટ્રાફીક શાખા, પોલીસહેડ કવાટર તથા પોલીસ કમિશ્નર કચેરીનો સ્ટાફ તેમજ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સીનીયર સીટીઝનો, કાર્યકરો તથા સ્ટાફના ૧૦૦ જેટલી વ્યકિતઓ ઉ૫સ્થિત રહી ભરતી પ્રક્રિયા માટે સવારના ૭ થી બપોરના ૧ર સુધી સેવા આપી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.