Abtak Media Google News

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ 23 માર્ચે રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે પોતાના ઘરઆંગણે ચેન્નાઇ ખાતે રમીને ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)નો પ્રારંભ કરશે. IPLના પ્રથમ બે અઠવાડિયાનું જ શિડ્યુલ જાહેર થયું છે. લોકસભા ઈલેક્શનના લીધે આ શિડ્યુલ શરતોને આધીન છે એટલે કે તેમાં જરૂર પડે તો ફેરફાર થઇ શકે છે.

BCCI 2019ના ઈલેક્શનની તારીખની રાહ જોઈ રહ્યું છે. તેમણે કહ્યું કે એક વાર તારીખ નક્કી થાય તે પછી બાકી સિઝનનું શિડ્યુલ બહાર પાડશે. અત્યારે જાહેર કરેલા શિડ્યુલ પ્રમાણે 23 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન 17 મેચ રમાશે. 24, 30 અને 31મી તારીખે ડબલ હેડર એટલે કે બે મેચો રમાશે.

દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર આ દરમિયાન 5-5 મેચ રમશે જયારે અન્ય ટીમો 4-4 મેચ રમશે. દિલ્હી બે અઠવાડિયામાં ત્રણ હોમ ગેમ રમશે જયારે રોયલ ચેલેન્જર્સ ત્રણ અવે ગેમ રમશે. બીજી બધી ટીમો બે હોમ અને બે અવે ગેમ રમશે.

તારીખદિવસટાઈમમેચસ્થળ 
માર્ચ 23શનિવારસાંજેCSK vs RCBચેન્નાઇ
માર્ચ 24રવિવારબપોરેKKR vs SRHકોલકાતા
માર્ચ 24રવિવારસાંજેMI vs DCમુંબઈ
માર્ચ 25સોમવારસાંજેRR vs KXIPજયપુર
માર્ચ 26મંગળવારસાંજેDC vs CSKદિલ્હી
માર્ચ 27બુધવારસાંજેKKR vs KXIPકોલકાતા
માર્ચ 28ગુરુવારસાંજેRCB vs MIબેંગ્લુરુ
માર્ચ 29શુક્રવારસાંજેSRH vs RRહૈદરાબાદ
માર્ચ 30શનિવારબપોરેKXIP vs MIમોહાલી
માર્ચ 30શનિવારસાંજેDC vs KKRદિલ્હી
માર્ચ 31રવિવારબપોરેSRK vs RCBહૈદરાબાદ
માર્ચ 31રવિવારસાંજેCSK vs RRચેન્નાઇ
એપ્રિલ 1સોમવારસાંજેKXIP vs DCમોહાલી
એપ્રિલ 2મંગળવારસાંજેRR vs RCBજયપુર
એપ્રિલ 3બુધવારસાંજેMI vs CSKમુંબઈ
એપ્રિલ 4ગુરુવારસાંજેDC vs SRHદિલ્હી
એપ્રિલ 5શુક્રવારસાંજેRCB vs KKRબેંગ્લુરુ

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.