Abtak Media Google News

ગારીયાધાર તાલુકાના ફાચરિયા ગામે એમ.ડી.પટેલ હાઈસ્કુલના એન.એસ.એસ. યુનિટની વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવેલ હતી. આ શિબિરની શરૂઆત પુલવામા થયેલ આતંકી હુમલામાં શહિદ થયેલ સૈનિકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગામના સરપંચ સંદિપભાઈ વાઘાણી, શાળાના આચાર્ય, માજી સરપંચ જયાબેન, શિક્ષક અશ્વીનભાઈ તેમજ પ્રોગ્રામ ઓફિસર ડો.ડી.વી.મેર અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાત દિવસની શિબિર દરમિયાન સ્વયંસેવકો, ગ્રામ સફાઈ, મોક્ષધામ સફાઈ સુત્રલેખન વગેરે પ્રવૃતિઓ કરી રાષ્ટ્રીય સેવા યોજનાના વ્યકિતત્વ વિકાસની સાથે સમાજ સેવાના ધ્યેયને સાર્થક કરવાનો સંકલ્પ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.