Abtak Media Google News

ન્યારા પમ્પીંગ સ્ટેશન ખાતે સ્ટેન્ડ બાય મશીનરી ઈન્સ્ટોલ કરવાની કામગીરી સબબ વોર્ડ નં.૧,૨,૩,૮,૯,૧૦,૧૧ અને ૧૩માં પાણી કાપ ઝીંકાયો: ૪ લાખથી વધુ લોકો તરસ્યા રહેશે

વેસ્ટ ઝોન હેઠળ આવતા ન્યારા પમ્પીંગ સ્ટેશન પર નવી સ્ટેન્ડ બાય મશીનરી ઈન્સ્ટોલ કરવાની કામગીરી હાથ ધરવાની હોવાના કારણે આવતીકાલે મંગળવારના રોજ શહેરના આઠ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે. ઉનાળાના આરંભ પૂર્વે જ પાણીની વાંકે ૪ લાખથી વધુ લોકો તરસ્યા રહેશે.

આ અંગે મહાપાલિકાની વોટર વર્કસ શાખાના ઈજનેરી સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ મહાપાલિકાની વેસ્ટ ઝોન કચેરી હેઠળ આવતા ન્યારા પમ્પીંગ સ્ટેશન પર નવી સ્ટેન્ડ બાય મશીનરી ઈન્સ્ટોલ કરવાની કામગીરી હાથ ધરવાની હોવાના કારણે રૈયાધાર પર નર્મદાના નીર બંધ રાખવામાં આવશે જેના કારણે ન્યારા ઓફટેક આધારીત વોર્ડ નં.૩ના રેલનગર વિસ્તાર, વોર્ડ નં.૨ અને ૩માં આવતા બજરંગવાડી વિસ્તાર, મવડી ઝોન હેઠળના વોર્ડ નં.૮ પાર્ટ, વોર્ડ નં.૧૦ પાર્ટ, વોર્ડ નં.૧૧ પાર્ટ, વોર્ડ નં.૧૩ પાર્ટના એવા વિસ્તાર કે જયાં બપોરે ૧૨:૩૦ કલાક પછી પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં કાલે વિતરણ બંધ રહેશે. આ ઉપરાંત ચંદ્રેશનગર ઝોન હેઠળ આવતા વોર્ડ નં.૮ પાર્ટ, વોર્ડ નં.૧૧ પાર્ટ, વોર્ડ નં.૧૩ પાર્ટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવતા વોર્ડ નં.૯ પાર્ટ, વોર્ડ નં.૧૦ પાર્ટ, રૈયાધાર હેઠળ આવતા ગાંધીગ્રામ અને ૧૫૦ ફૂટ રીંગ રોડ હેઠળના વોર્ડ નં.૧ પાર્ટ, વોર્ડ નં.૨ પાર્ટ, વોર્ડ નં.૯ પાર્ટ અને વોર્ડ નં.૧૦ પાર્ટમાં તા.૨૬ ફેબ્રુઆરીને મંગળવારના રોજ પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.

આ ઉપરાંત સોજીત્રા હેડવર્કસ હેઠળના વોર્ડ નં.૨ પાર્ટ અને વોર્ડ નં.૮ પાર્ટમાં ધીમા ફોર્સથી પાણી વિતરણ થશે જેની શહેરીજનોએ નોંધ લેવા તાકીદ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.