Abtak Media Google News

લોખંડ અને સિમેન્ટની ખરીદી કરી પેમેન્ટ ન ચૂકવ્યું: બે શખ્સો સામે નોંધાતો ગુનો

ભાવનગરના ઘોઘા સર્કલ પાસે આવેલા શ્રીનાથજી ટેર્નામેન્ટમાં રહેતા અને સુરજ સ્ટીલ ટ્રેડર્સના વેપારી સાથે બે શખ્સોએ રૂ.૭૧.૮૨ લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બન્ને શખ્સોએ લોખંડ અને સિમેન્ટની ખરીદી કરી પેમેન્ટ ન ચૂકવી ઠગાઈ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના ઘોઘા સર્કલ પાસે રહેતા અને ત્યાં જ લોખંડ અને સિમેન્ટનો વ્યવસાય કરતા જગદીશભાઈ પ્રવિણભાઈ માણેક નામના વેપારીએ ભાવનગરના કાળીયાબીડ વિસ્તારના રામકુમાર પ્રહલાદ ભટ્ટ અને બોટાદના છગન વિરાણી નામના શખ્સોએ ગત ૨૯ ડિસેમ્બરે જગદીશભાઈને સુરજ સ્ટીલ ટ્રેડર્સમાંથી રૂ.૭૧.૮૨ લાખની કિંમતનું લોખંડ અને સિમેન્ટની ખરીદી કરી પેમેન્ટ બાકી રાખ્યા બાદ આજ સુધી ન ચૂકવી છેતરપિંડી કર્યાની ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ જે.કે.ઈશાણી સહિતના સ્ટાફે બન્ને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.