Abtak Media Google News

સી.સી.ડી.સી.ની કામગીરી બિરદાવતા કુલપતિ: જીપીએસસી વર્ગ ૧-૨ અને યુ.જી.સી. નેટના તાલીમાર્થીઓને સફળતાનું માર્ગદર્શન અપાયું

કેરીયર કાઉન્સેલીંગ ડેવલોપમેન્ટ સેન્ટરના માધ્યમથી સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી એ સૌરાષ્ટ્રના વિસ્તારનાં મહત્તમ છાત્રો સરકારી નોકરીમાં સફળતા મેળવે છે માટે વિદ્યાર્થીલક્ષી અભિગમથી ઈનોવેટીવ કટીસના ભાગરૂપે દેશની એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિ.માં નોનસ્ટોપ સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓનાં તાલીમ વર્ગો, કાર્યશાળાઓ, ડાયરેકટર ઈનડાયરેકટર કાઉન્સેલુંગનાં માધ્યમથી છેલ્લા ઘણા વર્ષોથી રેકોર્ડબ્રેક પરિણામો ચાત્રોની મહેનત અને નિષ્ણાંતોનાં યોગય માર્ગદર્શનથી મેળવેલ છે.

અને યુપીએસસી જીપીએસસી, યુજીસી નેટ, સ્લેટ, ટેટ, ટાટ ગુજરાત ગૌણ સેવા, તલાટી મંત્રી બિનસચિવાલય કલાર્ક વગેરે રાજય તથા કેન્દ્ર સરકાર આયોજીત અનેક પરીક્ષાઓમાં પાંચ વર્ષમાં ૬૦૦થી પણ વધુ છાત્રોએ સફળતા મેળવી સૌરાષ્ટ્ર યુનિ.ની વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ બિરદાવેલ છે. યુજીસી નેટ સ્લેટ જેવી પરીક્ષાઓમાં પણ ૪૫૦થી વધુ છાત્રોએ સફળતા પ્રાપ્ત કરી સીસીડીસી અને સંકલીત સેન્ટરોની કામગીરી રાજયભરમાં નોંધનીય બનેલ છે.

સીસીડીસી સેન્ટર ખાતે તાજેતરમાં જીપીએસસી વર્ગ ૧ અને ૨ની પ્રાથમિક પરીક્ષાના વર્ગો દરરોજ ૯ થી ૧,૨૦૦ કલાક ચાલી રહ્યા છે. તથા જૂન ૨૦૧૯માં યોજાનાર યુ.જી.સી. નેટ પરીક્ષાના પેપર ૧ ના તાલીમવર્ગો ચાલી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પ્રો. નીતિનભાઈ પેથાણી, સીસીડીસીની રૂબરૂ મુલાકાત લઈ તાલીમાર્થી છાત્રો સાથે સીધો વાર્તાલાપ કરેલ હતો. કુલપતિ પ્રો. પેથાણીએ તાલીમાર્થી છાત્રોને મનોવૈજ્ઞાનિક જે.બી. વોટસનનો ઉલ્લેખ કરી સફળતા કેવી રીતે મેળવાય? તમો કલાસ ૧ અધિકારી બનવાનું વિચારો, ડોકટર કે ઈજનેર બનવાનું વિચારો તો તે વિચાર બીજ તમારી મહેનત અને યોગ્ય માર્ગદર્શનથી ૧૦૦% સફળતા પ્રાપ્ત કરી શકાય છે. સૌ.યુનિ.ના માધ્યમથી સીસીડીસીઆપને સફળ થવા માટેનું પ્લેટફોર્મ આપી રહ્યું છે. ત્યારે આપ સૌ સમાર્ટવર્ક મારફત સફળતા મેળવો તે પ્રકારે છાત્રોને મોટીવેટ કરેલ હતા.

કુલપતિ પ્રો. નીતિનભાઈએ સીસીડીસી સંયોજક ભૌતિકશાસ્ત્ર ભવનનાં પ્રો. નિકેશભાઈ શાહ અને ટી સીસીડીસી સાથે સીસીડીસીની જુદી જુદી પ્રવૃત્તિઓ અને સુવિધાઓ અંગે ચર્ચા કરેલ હતી. સીસીડીસીનાં બિલ્ડીંગમાં કલાસ‚મમાં ઉપલબ્ધ ઈન બિલ્ડ લાયબ્રેરી કે જે રાજયની બીજા ક્રમની સૌથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો ૧૫,૦૦૦થી વધુ ૧૫ મેગેઝીન તથા અન્ય ઓડિયો વિમૂદ્રીત મટીરીયલ્સ તથા વિડિયો લેકચર માટેનો સ્પેશ્યલ એવી રૂમ, ઈન્ટર એકશન કોર્નર, કલાસ‚મો વગેરેની રૂબરૂ મુલાકાત કુલપતિ પ્રો. પેથાણીએ ટીમ સીસીડીસીની પરિણામલક્ષી કામગીરી બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને સાથે રાખી સીસીડીસીમાં ગાર્ડનીંગ માટે શ્રમયજ્ઞ યોજવા અનુરોધ કરેલ. હતો. આ પ્રસંગે કુલપતિ પ્રો. નીતિનભાઈ પેથાણી, સીસીડીસી સંયોજક પ્રો. નિકેશભાઈ શાહ, લાયબ્રેરીયન હેતલબેન ગોસ્વામી, સુમિતભાઈ મહેતા, ચિરાગભાઈ તલાટીયા, દિપ્તીબેન ભલાણી વગેરે ઉપસ્થિત રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.