Abtak Media Google News

જે ઘરોમાં ચકલીઓની ચીચીયારી ગુંજતી હતી ત્યાં હવે માત્ર મોબાઈલની રીંગટોન શા માટે: આજે વિશ્વ ચકલી દિવસ

માણસોના કારણે લુપ્ત થતું જતું માનવીની ખુબ નજીકનું પક્ષી એટલે ચકલી આજે ખુબ જ ઓછી જગ્યાએ નજરે પડે છે. પહેલાના સમયમાં ઘર દીઠ ચકલીઓના માળા જોવા મળતા હતા ત્યારે આજે જાણે ચકલીઓ ભાગ્યે જ જોવા મળતી હોય છે ત્યારે આજે ચકલી દિવસે નિમિતે પંખીનું મહત્વ સમજીને તેની જાળવણી કરવી તે આપણો ધર્મ છે. સામાન્ય રીતે સવાર પડતાની સાથે જ ઘરમાં ઉડાઉડ કરતી ચકલી જાણે માણસોથી રીસાયને ખરેખર ઉડીને ખુબ જ દુર ચાલી ગઈ છે.

ડોમેસ્ટીક કેટેગરીમાં આવતું પંખીને બાળપણથી જ આપણે ‘ચકી બેન ચકી બેન મારી ઘરે રમવા આવશો કે નહીં’… ‘ચકી ચોખા ખાંડે છે, મોર પગલા પાડે છે’… એવી બાળપણમાં વાર્તાઓ તેમજ લોકગીતો સાંભળીને આપણે જયારે મોટા થયા તો ચકલી જ રીસાયને ચાલી ગઈ હોય તેવો જ માહોલ પ્રદુષણ અને માણસોની આદતોએ સર્જી દીધો છે. જે ઘરોમાં ચકલીની ચીચીયારીઓ સંભળાતી હોય ત્યાં માત્ર હવે મોબાઈલની રીંગટોનો સંભળાય છે.

વેલેન્ટાઈન ડે, રોઝ ડે જેવા દિવસો ઉજવનારાઓ લોકો જો ચકલી દિવસને પણ ઉજવે તો બની શકે કે આવનારી પેઢી ચકલી નામના પક્ષીને ઓળખી શકે. આપણે તો બાળપણમાં ચકલી જોઈએ તેની વાર્તાઓ અને ગીતો પણ સાંભળ્યા પરંતુ આવનારી પેઢીના બાળકોને ચકલીની ચીચીયારી ઈન્ટરનેટ પરથી ન સાંભળવી પડે માટે ઘરમાં પક્ષીઓ માળો કરે તેવો માહોલ સર્જાવો જોઈએ.

કહેવાય છે કે જે ઘરમાં ચકલીઓનો માળો ન હોય તે ઘરમાં ચોર ઘુસી જાય છે કારણકે ચકલીઓ માણસપ્રેમી છે. જે ઘરમાં માણસાઈ હોય અને લાગણીઓનો મેળાવડો હોય તેવા ઘરમાં ચકલીઓ વાસ કરે છે અને ખાલી પડેલા ઘરોમાં તેઓ માળા બનાવતા નથી. આજે ચકલી દિવસ નિમિતે મને એ ચકલીની યાદ આવે છે જે મારા આંગણામાં ઉડાઉડ કરતી તી તે આજે ખરેખર ઉડીને ચાલી ગઈ છે.

જગતભરમાં જ્યાં માણસ ગયો ત્યાં પક્ષીઓએ પણ અનુકરણ કર્યું ત્યાં હવે માણસોની કેટલીક આદતોને કારણે પક્ષીઓ તેનાથી નારાજ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. શહેરી ઇલાકાઓમાં છ પ્રકારની ચકલીઓ જોવા મળતી હતી. જેમાંથી હાઉસ સ્પેરોને ગુજરાતીમાં ચકલી અને હિન્દીમાં ગોરૈયા કહેવામાં આવે છે. શહેરી વિસ્તારોમાં આ પ્રકારની ચકલીઓ વધુ જોવા મળતી હતી જે આજે ક્યાંક ભૂતકાળ બની છે.

હું તને શીત લાવી આપું!

તું આમ જ ચહેકતી રે’ને મારે આંગણે

હું તને ગીત લાવી આપું!

તું આમ જ ખીલતી રે’ને મારે આંગણે

હું તને રીત લાવી આપું!

તું આમ જ રમતી રે’ને મારે આંગણે

હું તને જીત લાવી આપું!

તું આમ જ ઉડતી રે’ને મારે આંગણે

હું તને મીત લાવી આપું!

તું આમ જ ઝુમતી રે’ને મારે આંગણે

હું તને પ્રીત લાવી આપું!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.