Abtak Media Google News

કંપનીના ૩૪ ફલેવરના ખાખરા માર્કેટમાં ઉપલબ્ધ

તાજેતરમાં સેન્ટોસા બ્રાન્ડ ખાખરાનો દિકરાના ઘર-વૃદ્ધાશ્રમનાં સંસ્થાપક મુકેશભાઈ દોશીનાં હસ્તે સોનાનાં સિકકાનો દ્વિતીય ડ્રો યોજાયો હતો. પ્રારંભમાં કંપની વડીલ અશ્ર્વિનભાઈ પટેલ, ગીતાબેન એ.પટેલએ દીપ પ્રાગટય કરી, વિધિવત ડ્રોનો પ્રારંભ કરેલ. મહિલા સંચાલિત કંપનીનાં જનરલ મેનેજર શ્ર્વેતાબેન પટેલએ પુષ્પગુચ્છ આપી મુકેશભાઈ દોશીને સ્વાગત સાથે આવકારેલ.

ત્યારબાદ સેન્ટોસા પ્રિમીયમ ગોળ ખાખરાનો દ્વિતીય માસિક ડ્રો મુકેશભાઈ દોશીનાં હસ્તે કરવામાં આવેલ. સાથે સુનીલભાઈ વોરા ઉપસ્થિત રહેલ. સોનાનાં સીકકાનાં પ્રથમ વિજેતા નં.૮૪૬૮૩ દ્વિતીય વિજેતા નં.૮૨૧૬૧ છે. વિજેતાએ ઓરીજનલ કુપન સાથે સેન્ટોસા ગ્લોબલ ફુડ પ્રા.લી.ની ગરેડીયા કુવા રોડની રાજકોટ ઓફિસે મળવાનું રહેશે તેમ વ‚ણભાઈ પટેલની યાદીમાં જણાવાયેલ છે.

કંપની દ્વારા કુલ ૩૪ ફલેવરનાં ખાખરા માર્કેટમાં મુકેલ છે. અગ્રગણ્ય સ્ટોર્સમાં ઉપલબ્ધ ગોળ ખાખરાની ૧૦ પેકેટની ખરીદી ઉપર ફ્રી હોમ ડિલેવરી. હજુ પણ જીતો સોનાનાં સીકકાનો લકી ડ્રો સ્કીમ ચાલુ છે. કંપનીનો આઉટલેટ ગરેડીયા કુવા રોડ ઉપર જેનો કસ્ટમર કેર નં.૯૦૯૯૮ ૯૦૦૦૦ છે. ડ્રો કાર્યક્રમનું સંચાલન વરૂણભાઈ પટેલે કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.