Abtak Media Google News

પરમ પૂણ્યશાળી આત્મા હોય તેના જ ત્રણેય મનોરથ પરિપૂર્ણ થતાં હોય છે.: મૃત્યુને પરમ મિત્ર તરીકે સ્વીકારી અંતિમ ક્ષણોને પરમ મહોત્સવમાં પરિવર્તીત કરનાર આત્માને વંદન

ધમે પાલન કરવા માટે પણ જયારે આ શરીર અસમથે બની જાય અને મૃત્યુ નજીક દેખાય ત્યારે સંગ્રામે ચડેલા શૂરવીર યોધ્ધાની જેમ કર્મો સામે કેસરીયા કરવા તૈયાર થઈ શરીર રૂપ સાધન દ્રારા ભવ્ય આત્મા સંલેખના કરે છે. આલોચના, નિંદા, ગહો, ક્ષમાપના,ભાવના તેમજ પ્રાયશ્ચિત દ્રારા આત્મ શુધ્ધિ કરવા અહિંસક શસ્ત્રોથી સજ્જ થઈ જાય છે.હસતાં – હસતાં પ્રસન્ન ચિત્તે મૃત્યુને લલકારે છે કે મેં મારુ કાયે કરી લીધું છે,હવે તારે જયારે આવવું હોય ત્યારે આવી જજે. હવે,જીવવાનો મોહ નથી અને મૃત્યુની દરકાર નથી.સંથારાના પચ્ચખાણ લઈ જીવનની સવે શ્રેષ્ઠ સાધનામાં લાગી જાય છે.ત્રીજા મનોરથની સાધના શ્રાવક – શ્રાવિકાઓ પણ કરી શકે છે.

જૈન આગમ શ્રી ભગવતી સૂત્ર શતક ૧૧ ઉ.૧૨ માં વરૂણ નાગ – નટુવા નામના શ્રાવક સંથારો અંગીકાર કરે છે તેવો ઉલ્લેખ છે.આ ઉપરાંત શ્રમણોપાસક ઋષિભદ્ર પુત્ર, આનંદ આદિ શ્રાવક,રાજા પરદેશી,રાજા બલ,મહા બલ,પાંચ પાંડવ,જાલીકુમાર આદિ ૨૩ કુમારો જૈન શાસ્ત્રોમાં આવા ઘણા દ્રષ્ટાંતો ઉપલબ્ધ છે.પૂ.સાધુ – સાધ્વીજીઓએ અનશન વ્રત અંગીકાર કર્યાનો ઉલ્લેખ આગમોમાં અનેક જગ્યાએ જોવા મળે છે.એટલા માટે જ કહેવાય છે કે સંથારો એ સાધક જીવનની સવે શ્રેષ્ઠ સાધના છે.

મૃત્યુને બરાબર જાણી લેવાથી મૃત્યુનો ભય અને દુ:ખ મટી જાય છે.અનંત શકિતનો ધારક એવા આત્માની સત્તાને સમજવાથી સદ્દબોધ થાય છે.

જીવવું ખાટે પણ મરવુ તો પાટે જ…એટલે કે જન્મ ભલે ખાટલા કે પલંગમા થાય પરંતુ મારૂ મરણ તો દેવાધિદેવની પાટ ઉપરથી જ થવું જોઈએ.જન્મ ભલે સૂતા – સૂતા થાય પરંતુ મારુ મરણ તો બેઠા – બેઠા થવું જોઈએ.જન્મ વખતે ભલે કદાચ બે – પાંચ વ્યક્તિ હાજર હોય પરંતુ મારા મરણની ઘડીએ ચતુર્વિધ સંઘની ઉપસ્થિત હોય.જયારે ખબર જ પડી જાય કે આ દેહ હવે બહુ સાથ આપવા અસમથે છે ત્યારે હોસ્પિટલમાં  આઈ સી યુ માં શરીરમાં ચારે બાજુ નળીઓ ભરાવેલી હોય એના કરતાં નમસ્કાર મહા મંત્રનું સ્મરણ ચાલુ હોય,ચત્તારી શરણં પવજ્જામિના પ્રચંડ નાદ ગૂંજતા હોય.જગતના દરેક જીવાત્માઓને ખમાવી,દિવ્ય અને ભવ્ય ધમેમય માહોલમાં આ દેહરૂપી પિંજરમાંથી આત્મા વિદાય લે તેનાથી બીજી શ્રેષ્ઠ ક્ષણ કઈ હોય શકે ? સ્તવનની પંક્તિનું સ્મરણ કરીએ. મનોરથ ત્રણ શ્રાવકના પ્રભાતે નિત્ય ભાવુ છું, કૃપાની આશ છે જિનવર, સફળતા શીઘ્ર ચાહુ છું ધન્ય છે. અનશન આરાધક આત્માને…

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.