Abtak Media Google News

૫૦ જેટલા ઝુંપડા ઉપર બુલડોઝર ફરી વળ્યુ: રૂ. ૧૦ કરોડની સરકારી જગ્યા ખુલ્લી કરાવતા પશ્ર્ચિમ મામલતદાર

જડુ’સ રેસ્ટોરન્ટે પતરાની આડશ કરીને કબજો કરેલી સરકારી જમીન પણ ખુલ્લી કરાવાઈ

ફરી પેશકદમી ન થાય તે માટે તંત્રએ ડિમોલીશન બાદ સરકારી જમીન ફરતે ૧૦ ફૂટના ઉંડા ખાડા કરી નાખ્યા

કાલાવડ રોડ પર જડુ’સ રેસ્ટોરન્ટ અને શનિવારી બજારના દબાણ ઉપર ગત રાત્રે જિલ્લા વહીવટી તંત્રએ સર્જીકલ સ્ટ્રાઈક કરીને કરોડોની કિંમતની જમીન કરાવી હતી. અંદાજે ૫૦ જેટલા ઝુપડા ઉપર કલેકટર તંત્રએ બુલડોઝર ફેરવી નાખ્યું હતું. ઉપરાંત જડુ’સ રેસ્ટોરન્ટે પતરાની આડશ કરી કબજો કરેલી સરકારી જમીનને પણ ખુલ્લુ કરાવવામાં આવી હતી. ડિમોલીશન બાદ ફરી પેશકદમી ન થાય તે માટે સરકારી જમીનને ફરતે ૧૦ ફૂટ ઉંડા ખાડા પણ કરી નાખવામાં આવ્યા છે.

કાલાવડ રોડ ઉપર ભરાતી શનિવારી બજારમાં ઘણા દુષણો ચાલતા હોય ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ રહેતી હોવાની અનેક ફરિયાદો મળતા જિલ્લા વહીવટી તંત્રએ ગતરાત્રે ડિમોલીશન હાથ ધર્યું હતું. નાના મોવા સર્વે નં.૧૨૩ની ૨૦,૦૦૦ ચો.મી. જેટલી રૂ.૧૦ કરોડની કિંમતની સરકારી જમીન ઉપર ૫૦ જેટલા ઝુંપડા ઉભા કરવામાં આવ્યા હતા. આ ઝુંપડાને જિલ્લા કલેકટર તંત્રએ કોર્પોરેશનની મદદથી બુલડોઝર વડે તોડી પાડયા હતા.Img 20190427 Wa0013

સર્વે નં.૧૨૩ની આ જમીન વર્ષ ૨૦૧૩માં સરકારી કર્મચારીઓના આવાસ માટે ફાળવવામાં આવી હતી. જેમાં હાલ ૬ જેટલા કર્મચારીઓના મકાન પણ આવેલા છે. આ મામલે ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા હાઈકોર્ટમાં કેસ પણ ચલાવવામાં આવી રહ્યો છે. બાકીની ખુલ્લી રહેલી સરકારી જમીન પર ૫૦ જેટલા ઝુંપડાઓ બાંધીને દબાણ કરવામાં આવ્યું હતું. ફરિયાદોના પગલે ગત રાત્રે પશ્ચિમ મામલતદાર ભગોરા, પ્રાંત અધિકારી જેગોડા સહિતના અધિકારીઓ દબાણ સ્થળે પહોંચી ગયા હતા. ઉપરાંત પોલીસ કમિશનર અને જિલ્લા કલેકટરે પણ દબાણ સ્થળની મુલાકાત લીધી હતી.Img 20190427 Wa0018

પ્રથમ વહીવટી તંત્ર દ્વારા દબાણકર્તાઓને પોતાનો સામાન ખસેડી લેવા તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં તેઓએ ડિમોલીશન સામે આનાકાની કરતા વહીવટી તંત્રએ ડિમોલીશનની કાર્યવાહી શ‚ કરી હતી પરંતુ આ પૂર્વે વહીવટી તંત્રએ દાખલો બેસાડવા માટે ખ્યાતનામ જડુ’સ રેસ્ટોરન્ટનું દબાણ કર્યું હતું. જડુ’સ રેસ્ટોરન્ટ દ્વારા સરકારી જમીનની અંદર અંદાજે ૨ મીટર જેટલો કબજો કરી પતરાની આડસ રાખવામાં આવી હતી જે વહીવટી તંત્રએ દૂર કરી હતી.

ત્યારબાદ તંત્ર દ્વારા ઝુંપડાઓને બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન દબાણકર્તાઓએ બે ઝુંપડાને આગ ચંપી કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેના કારણે થોડી આગ લાગતા તુરંત ફાયરબ્રિગેડને ઘટના સ્થળે બોલાવીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અંતે રાત્રે ૧૦:૩૦ વાગ્યા સુધીમાં જિલ્લા વહીવટી તંત્રએ ડિમોલીશનની પ્રક્રિયા પૂર્ણ કરી ૨૦ હજાર ચો.મી. જેટલી જગ્યા ખુલ્લી કરાવી હતી. ત્યારબાદ આ સરકારી જમીન ઉપર ફરી દબાણ ન થાય તે માટે તંત્ર દ્વારા સરકારી જમીનને ફરતે ૧૦ ફૂટ ઉંડા ખાડા કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં જમીનને ફરતે ફેન્સીંગ કામ પણ કરવામાં આવનાર છે.

જડુ’સ રેસ્ટોરન્ટ દ્વારા વારંવાર દબાણ: અગાઉ પણ બે વખત ડિમોલીશન થઈ ચૂકયું છે

કાલાવડ રોડ પર આવેલા જડુ’સ રેસ્ટોરન્ટ દ્વારા વારંવાર દબાણો કરવામાં આવી રહ્યાં છે. સામે તંત્ર પણ કોઈપણ જાતની સેહ શરમ રાખ્યા વગર ડિમોલીશન હાથ ધરી રહ્યું છે. ગત રાત્રે સરકારી જમીન ઉપર કરેલી પતરાની આડસ દૂર કરવામાં આવી હતી. જો કે અગાઉ પણ બે વખત જડુ’સ રેસ્ટોરન્ટમાં ડિમોલીશન પ્રક્રિયા હાથ ધરાઈ છે. એક વખત કોર્પોરેશન દ્વારા માર્જીન પાર્કિંગની જગ્યામાં કરાયેલુ દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. જયારે બીજી વખત ‚ડા દ્વારા દબાણ કરીને બનાવવામાં આવેલુ રસોડુ તોડી પાડવામાં આવ્યું હતું. આમ જડુ’સ રેસ્ટોરન્ટમાં અગાઉ બે વખત ડિમોલીશન થઈ ચૂકયા છે જયારે ગત રાત્રે ત્રીજી વખત દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.