Abtak Media Google News

કારખાનામાંથી અપહરણ કરી ઢોરમાર માર્યાબાદ હત્યાનો પ્રયાસ કર્યાની મજૂર મહિલાની ફરિયાદ: બે મહિલા સહિત ૪ સામે ફરિયાદથી તપાસનો ધમધમાટ

જૂનાગઢ ગઈકાલે એક મહિલાને પકડી ઉપાડી જઈ અન્ય બે મહિલા અને બે પુ‚ષોએ નગ્ન કરી માથાના વાળ મુંડી પાઈપ વડે ધોકાવી જાનથી મારી નાખવાની કોશીષ કરતા શહેરભરમાં આ વાતને લઈ ચકચાર વ્યાપી જવા પામી હતી. જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલ મહિલાના નિવેદનના આધારે પોલીસે કાર્યવાહી આરંભી હતી.

બનાવની વધુ પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ જીઆઈડીસી ૨માં નાઝમીન પેપર નામના કારખાનામાં મજુરી કામ કરતા નજુબેન યુનુસભાઈ સાંઢ ઉ.૨૬ ગઈકાલે કારખાને કામ કરતા હતા ત્યારે આશરે નવથી સાડાનવ વચ્ચે ચાર શખ્સો ડીઝલ પ્યાગો રીક્ષામાં આવી તેને ઉપાડી જતા થોડીવાર માટે આ કારખાના તેમજ આસપાસના વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો હતો આશરે બપોરનાં અરસામાં પરિવારને આ મહિલા નગ્ન હાલતમાં ભારતમીલના ઢોરા પાસેથી મળી આવતા પરિવારે તેમને સારવાર અર્થે જૂનાગઢ સીવીલ હોસ્પિટલે ખસેડતા ત્યાં તેમણે પોતાનું અપહરણ થયાની જાણ પોલસી તેમજ પરિવારને આપી હતી.

તેમના અપહરણકર્તાઓના નામ તેમણે ફાતુબેન, કુલસમબેનબે મહિલા ઉંમરભાઈ અને છમીયો આમ બે પુરૂષો એ કર્યું હોવાનું જણાવ્યું હતુ આ ઘટનાની પાછળ શું શશ માટે સોહિલને રાખીને બેઠી છે. તેવું અપહરણ કતાઓ તેમને જણાવ્યુંં હતુ

અપહરણનો ભોગ બનનાર નજુબેનને અપહરણકર્તાઓએ અપહરણ કરી નગ્ન કરી માથે મૂંડન કરી પાઈપ વડે ધોકાવી ગળેફાંસો આપી પંખે લટકાવી દેવાના પ્રયાસમાં હતા ત્યાં જ ફરીયાદીનો બનેવી હનીપ તેમને શોધતો શોધતો આ વિસ્તારમાં પહોચતા તેમની ભાળ મળી હતી પોલીસે દવાખાને ખસેડાયેલ આ મહિલાના નિવેદનના આધારે સ્થળ તપાસથી લઈ આગળની કાર્યવાહી આરંભી હોવાનું જાણવા મળી રહેલ છે. ઘટનાના પગલે સમગ્ર શહેરમાં ચકચાર વ્યાપી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.