Abtak Media Google News

પોષ્ટિક ટોનિક યુકત વિશેષ આહારની કીટ વિનામૂલ્યે અપાશે

રાષ્ટ્રના સ્વાસ્થ્ય માટે તન, મન, ધન પૂર્વક રાષ્ટ્રીય સ્વાહા સાથે નીકળેલ ભેખધારી ડો. હર્ષદભાઇ પંડીત આજના યુગના મહા બીમારી એઇડસ પીડીત બાંધવા-ભગીનીને માર્ગદર્શન અને સહાયક એવા વિશેષ પ્રોજેકટ અમલમાં લાવવા કટિબઘ્ધ બન્યા છે. તેમના તરફથી સંપૂર્ણપણે નવીન પ્રકારનો સહયોગ આ પ્રકારનાં વ્યકિતઓને મળે તે માટે આજરોજ એક બેઠક ડો. હર્ષદભાઇના અઘ્યક્ષ સ્થાને તેના નિવાસસ્થાને મળેલ. ડો. જયસુખ મકવાણા અને ભરત કોરાટ, પ્રવીણગીરી ગોસ્વામી આ તકે ઉ૫સ્થિત રહેલ. લોક વિજ્ઞાન કેન્દ્રનાં ડો. રમેશભાઇ ભાયાણી અને મીનેશભાઇ તથા ગીતા વિઘાલયના ડો. કૃષ્ણકાંતભાઇ મહેતા સહીત અનેક અગ્રણીઆ સેવા કાર્યમાં ડો. હર્ષદભાઇ ની સાથે સામેલ થઇ સહયોગી બનશે.

આપણે સૌ જાણીએ છીએ કે રોગ પ્રતિકારક શકિત રોગ છીનવાય જાય છે અને અતિ ખરાબ અસર આવે છે. જે માટે એચ.આઇ.વી. નામના વાયરસ જવાબદાર છે. ૨૦૧૫ની ગણતરી અનુસાર ૨.૧૫ મીલીયન લોકો આ રોગસાથે હાલમાં જીવે છે. ગુજરાતમાં ૪૮૯૧૭ લોકોને આ રોગ છે. જેમાં ૨૬૯૫૫ પુરુષ અને ૧૮૬૮૭ મહીલા તેમજ ૨૯૭૫ બાળક આ રોગના ભોગ બનેલ છે.

માનસિક, સામાજીક અને આર્થિક રીતે આ રોગથી પીડીતનો પરિવાર ભાંગી પડે છે. આ સંકટ સમયે આ પ્રકારના વ્યકિતને પૌષ્ટિક ટોનિક યુકત વિશેષ આહાર ની કીટ વિના મૂલ્યે ડો. હર્ષદભાઇ ના માર્ગદર્શન અને આર્થિક સહયોગથી વિતરીત કરવામાં આવનાર છે. આ માટે આ રોગથી પીડીત વ્યકિત કે તેમના પરિવારજનોએ નીચેના સરનામે સંપર્ક  કરવો.

લોકવિજ્ઞાન કેન્દ્ર બાલભવન પાસે, રેસકોર્ષ રાજકોટ ખાત મીનેશભાઇ મેધાણી મો. ૭૦૯૬૮ ૦૬૦૪૯ અને ગીતા વિઘાલય ટ્રસ્ટ જંકશન પ્લોટ રેલવે સ્ટેશન સામ ડો. કૃષ્ણકાંતભાઇ મહેતા મો. નં. ૯૮૯૮૩ ૧૮૨૮૩ અને હરભોલે હોલીસ્ટીક હેલ્થ સેન્ટર ૧ રામકૃષ્ણ નગર વિઘાલનગર મેઇન રોડ. વિરાણી ચોક રાજકોટ ખાતે ડો. જયસુખ મકવાણા ૯૪૨૮૨ ૦૪૦૮૯ ઉપર સંપર્ક કરવો.

દસ દિવસમાં ઉપરોકત સ્થાને નામ નોંધાવવા સાથે રીપોર્ટ અને ફોન નંબર એકાદ આધાર પુરાવા લાવવા જરુરી છે. ટુંક સમયમાં આ નોંધાયેલ લાભાર્થીને ૧ મહિનાની આ પૌષ્ટિક આહારની કીટ અર્પણ કરવામાં આવશે. સંકોચ છોડી આ નવીન પ્રકારની સેવા મેળવવા આ એચ.આઇ.વી. એઇઝ પીડીત વ્યકિતને લાભ લેવા ડો. હર્ષદભાઇ પંડીત અને ડો. જયસુખ મકવાણાએ અપીલ કરેલ છે

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.