Abtak Media Google News

હસાની દહેશતને લઈ પશ્ચિમ બંગાળમાં સાતમાં તબકકાનાં મતદાન પૂર્વે ચૂંટણી પ્રચાર એક દિવસ ટુંકાવવાનો ચૂંટણીપંચનો મહત્વપૂર્ણ નિર્ણય

ભારતનાં લોકતાંત્રિક ઈતિહાસમાં કદાચિત જનહિતને ધ્યાને લઈ ચુંટણીપ્રચાર ટુંકાવવાનો ચુંટણીપંચનો પ્રથમ નિર્ણયને લઈને પશ્ચિમ બંગાળમાં ચુંટણીપ્રચાર એક દિવસ ટુંકાવી નાખવાની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં લોકસભાની સામાન્ય ચુંટણીનાં અંતિમ તબકકાની તૈયારીઓ પુરજોશથી ચાલી રહી છે ત્યારે હિંસાની આશંકાનાં પગલે ચુંટણીપંચે પશ્ર્ચિમ બંગાળની લોકસભાની બેઠક પર અંતિમ તબકકામાં યોજાનારા મતદાર પૂર્વે એક દિવસ પ્રચાર-પ્રસાર ઉપર કાપ મુકવાની જાહેરાત કરી છે.

મતદાન પૂર્વે શુક્રવારે પ્રચારનાં પડઘમ શાંત થવાના હતા તેના બદલે ગુરુવારે ૧૦ વાગ્યાથી જ પ્રચાર પર રોક લગાવવામાં આવી છે. શાંત વાતાવરણમાં ચુંટણી યોજાય તે માટે ચુંટણીપંચે આ એક ઐતિહાસિક નિર્ણય બંધારણની કલમની ખાસ જોગવાઈને લઈને કરવામાં આવ્યો છે.

ચુંટણીપંચે બંધારણની કલમ ૩૨૪નો ઉપયોગ કરી પ્રચાર-પ્રસાર પર એક દિવસનો કાપ મુકી દીધો છે. વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળનાં સીઆઈડી એડિશનલ ડીજીપીને પણ દુર કરવાનો આદેશ કરી દીધો હતો. મમતા બેનર્જીનાં ખાસ માનવામાં આવતા અધિકારીને બદલી નાખ્યા હતા. રાજીવકુમારે કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી. હાલ પશ્ચિમ બંગાળનાં મુખ્ય સચિવ તરીકે મણીડેની નિમણુક કરવામાં આવી છે.

ચુંટણીપંચ સમક્ષ મમતા બેનર્જીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથા બનીને કામગીરી કરવાનો આક્ષેપ કર્યો છે. મમતા બેનર્જી દ્વારા આક્ષેપ કર્યો હતો કે, તેમનાં દ્વારા ગુરુવારનાં ૧૦ વાગ્યા સુધી પ્રચારની છુટ દક્ષિણ વિસ્તારમાં વડાપ્રધાન મોદીની સભાનાં કાર્યક્રમ અને તે અન્વયે કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

લોકસભાની ચુંટણીમાં રાજકિય રીતે જો જોવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં જે કોઈ પક્ષને વધુ બેઠકો મળશે તેને કેન્દ્રમાં સતા માટે અનુકૂળતા રહેશે. ભાજપ યુપી સહિતનાં રાજયોની કસરત બાદ પશ્ચિમ બંગાળમાંથી તેની સીટો મળવાનો આશાવાદ જાગ્યો છે તો બીજી તરફ મમતા બેનર્જી પણ નરેન્દ્ર મોદીનો રથ બંગાળમાં રોકાય જાય તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ચુંટણીપંચે બંગાળની સ્થિતિને ધ્યાને લઈ ચુંટણીપ્રચાર પર એક દિવસનો કાપ મુકી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.