Abtak Media Google News

એક જમાનામાં સમ્રાટ નેપોલીયન બોનાપાર્ટે ફ્રાન્સની પ્રજાને કહ્યું હતું કે, તમે મને એક સો આદર્શ માતાઓ આપો, હું તમને તમારા આ દેશની આઝાદી આપીશ.છત્રપતિ શિવાજીના માતા જીજાબાઇ આદર્શ માતા હતા.શહીદ ભગતસિંહના માતા આદર્શ માતા હતા.

વિશ્વની આદર્શ માતાઓ જ વિશ્વની માનવ જાતની લાજ રાખી છે. આ માતાઓનો સંદેશો એક જ, કે બાળકો આવતીકાલના નાગરીકો અને રાષ્ટ્રના સુકાનીઓ છે, એમની ઉપેક્ષા કોઇ રાષ્ટ્રને પરવડે નહીં.વિશ્ર્વના મહાન ચિંતક ખલિલ જીબ્રાને કહ્યું છે કે,તમારાં બાળકો તમારી માલીકીનાં, મમત્વનાં કે અધિકારનાં વિષય નથી. તે તમારી દ્વારા આવે છે, પણ તમારામાંથી આવતાં નથી.

પરમેશ્ર્વર પોતે પોતાને અનેક રીતે વ્યકત કરવા માગે છે, તમને તો એક માત્ર સાધન બનાવી એ બાળકો રૂપે વ્યકત થાય છે.બાળકો‚પી સજીવ બાણો છોડવાના પરમેથમાં તમે તો માત્ર ધનુષ્યો જ છે.અનંતના માર્ગ પર રહેલું કોઇ લક્ષ્ય કાકી ધતુર્ધય તમને નમાવે છે જેથી એના બાણો ઝડપથી અને દુર દુર સુધી જાય, એ ધનુર્ધરના હાથમાં તમારું નમવું આનંદમય હો!

આમ, બાળકો પ્રભુએ તમારી સોડમાં મૂકયાં છે, પણ તમને તો એમને ચહાવાનો જ અધિકાર છે, તમારા સ્વપ્ના એમના ઉપર લાવવાનો નહિ કારણ તે એમના પોતાના સ્વપ્નો લઇ આવ્યાં છે.તમે ભલે એમના દેહને પોષો, ઘરમાં આશ્રય આપો. એમના સંસ્કાર ઘડો પણ એમના આત્માને તો મુકત જ રહેવા દેજો. કારણ, તેમના આત્મા તો ભવિષ્યના ઘરમાં રહે છે, જેની તમે સ્વપ્નામાયે ઝાંખી કરી શકવાના નથી.તમે તેમના જેવા થવાના ભલે પ્રયત્નો કરજો પણ તેમને તમારા જેવા કરવાનો હડાગ્રહ રાખશો નહીં.કારણ, જીવન ગયેલે માર્ગે પાછું જતું નથી અને ભૂતકાળ જોડે રોકાઇ રહેતું નથી.

પ્રકૃતિનું સૌથી વધુ મોટું વરદાન છે, રાળક ખલિલ જિબ્રાન તેને પૃથ્વી પરનો ઇશ્ર્વરનો દૂત રહે છે. ઇસા મસીહના મતે ધરતી પર જન્મ લેતું દરેક બાળક એ વાતનું પ્રમાણ છે કે ઇશ્ર્વરે હજી માનવજાત ઉપરથી વિશ્ર્વાસ ગુમાવ્યો નથી. શ્રી ગીજુભાઇ બધેકા આ જ વાત બીજી રીતે કહે છે કે, બાળક એ પરમાત્માએ માનવજાત પર લખેલો પ્રેમપત્ર છે. કવિવર મણિશંકર રત્નજી ભટ્ટ કાન્ત કહે છે કે બાળક જ આપણી મોટામાં મોટી મુડી ખજાનો છે. તેની પાછળ વિચારપૂર્વક કરેલો ખર્ચ અનેક ગુણલાભ સાથે ઉગી નીકળે છે. તેથી જ કદાચપ્રસિઘ્ધ ગ્રીક ચિંતક સોક્રેટિસે એથેન્સવાસીઓને સવાલ કરેલો કે માત્ર પૈસો ભેગો કરવા માટે આટલું કષ્ટ શા માટે? જેમના માટે આ પરિશ્રમ છે અને જેમના માટે આ બધું છોડીને એક દિવસ જવાનું છે તેવા બાળકોની દરકાર કેમ નથી કરતાં?

બાળક, બાલ્યાવસ્થા, બાલવિકાસ માટે ઘણું લખાયું છે. આમ છતાં આજના કહેવાતા વિકાસશીલ યુગમાં આર્થિક સમૃઘ્ધિના ઝાઝવા પાછળની લ્હાયમાં સેવાયબાળક અને તેના સ્વસ્થ વિકાસ તરફ દુર્લક્ષ છે. બાળક જન્મે છે સંસાર પ્રત્યેના નર્યા વિસ્મરણ સાથે, કુતુહલ સાથે આ કુતુહલ વખત જતાં જિજ્ઞાસામાં પલટાય છે. આ જીજ્ઞાસા યોગ્ય રીતે સંતોષાય, બાળકના કુમળા મનોવલણોને કોઇ વિશેષ આયાસ વિના સ્વાભાવિક રીતે જ યોગ્ય દિશા મળે તો તેનો સ્વસ્થ વિકાસ શકય બને છે. સૌથી પહેલી અને મુખ્ય જરુરત તો બાળક તેની નિર્દોષતા અનુ કુતુહલ જાળવી રાખે અને કાચી ઉંમરે જ બાળપણ ખોઇ ન બેસે તેનું ઘ્યાન રાખવાની છે.

બાળ વિકાસની બાબતમાં માતા-પિતા, દાદા-દાદી અને પરિવારના અન્ય સભ્યો વચ્ચે સમજ અને તાલમેલ હોવો જોઇએ. બાળકને એવું ન લાગવું જોઇએ કે તેની ઉપેક્ષા, અવગણના થાય છે. ઘરમાં એકથી વધારે બાળકો હોય ત્યારે આવું બનવાનો સંભવ રહે છે. બાળ માનસના નિષ્ણાંતો પણ કહેશે કે અવગણના બાળકનો એક મોટો શત્રુ છે. બાળકની ઘણી ક્રિયા કે પ્રતિક્રિયાઓ પોતાની તરફ ઘ્યાન ખેંચવા માટે હોય છે. એ પણ સંશોધનોએ બતાવ્યું છે. આ તમામ પાસા ઘ્યાનમાં રાખીને સ્વાભાવિક વ્યવહાર સ્નેહ અને આત્મીયતાનો અનુભવ કરનારા બાળકોનો વિકાસ સ્વસ્થ બને છે.

બાળકનું પોતાનું આગવું વ્યકિતત્વ છે, તેના સત્વને તેના ગમા- અણગમા અને રસ- રુચિને સમજવી જોઇએ. બાળકને રાતોરાત પઢવીને પોપટ બનાવી દેવાનો ઉપક્રમ મદદરુપ નથી બાબતો. અવરોધક બને છે. દોઢ વર્ષની ઉંમરે બાળકને ઘોડીયાઘરમાં મૂકવું પડે છે. પ્લે ગ્રુપમાં મૂકવું પડે પડે તે બરાબર નથી. એમ કરવું અનિવાર્ય હોય તો માતા પિતાએ પોતાના કામથી પાછા ફર્યા પછી તેને પૂરતો સમય આપવો જોઇએ. શકય હોય તો એવી નોકરી કે વ્યવસાય પસંદ કરી શકાય જેમાં માતા કે પિતા પૈકી કોઇ એક બાળક પાસે રહે. માતા સવારની નોકરી કરતી હોય અને પિતા બપોરે કામ પર જતા હોય તો બાળકને એકલતા સાલશે નહી.

માતા પિતાનો વ્યવહાર બાળક જોતું હોય છે. માતા ચિંતાગ્રસ્ત કે વ્યગ્ર રહેતી હોય તો તેની પણ બાળક ઉપર વિપરીત અસર થાય છે. બાળકની માતા ચિંતામુકત અને તણાવમુકત રહે તે જોવાની જવાબદારી સમગ્ર પરિવારની છે. તેના પતિનો સહકાર અને અતિ મૂલ્યવાન છે. બાળકને માત્ર રમકડાં આપીને, ખુશ રાખવા, શાળામાં જાય ત્યારે તેમની બધી જ જરુરીયાતો સંતોષવી એટલું પુરતું નથી. અને વાત્સલ્યની ભૂખ પણ સંતોષાવી જોઇએ. સ્નેહ વિનાની કાળજી બાળકમાં ઉદાસીનતા પેદા કરે છે. થોડું પણ ઉષ્માસભર પ્રેમાળ રીતે મળે તો તે ઉત્સાહી બનશે. અભાવમાં ઉછરવું એ દોષ નથી પણ સતત અભાવના અહેસાસ સાથેનો ઉછેર બાળકને લાલચું બનાવે છે. પ્રેમનો અતિરેક અને કાળજી લેવાની ઉણપ પણ નુકશાન કરે છે. કાળજી અને સ્નેહ બન્નેના અભાવ તેને વિકૃત બનાવે છે. તેથી સ્નેહ અને દેખરેખ કાળજીનું

સંતુલન જરુરી છે. અનરાધાર પ્રેમ વર્ષા કરતી યશોદા પણ કયારેય કૃષ્ણને સજા કરે છે. પણ પ્રેમ જીતી જાય છે. પ્રસન્ન દાંપત્ય, ચિંતા અને તણાવમુકત માતા, બાળકના વ્યતિકત્વનો સ્વીકાર કરીએ તો સ્વચ્છ વિકાસ થાય.આજે બાળકને મળતા જબરજસ્ત પ્રગતિના સમયમાં પરિવારના પ્રેમ અને અનિષ્ટોના આકર્ષણ વચ્ચેની ખેંચતાણમાં કોઇ જીતશે એ જ કસોટી છે.આપણા ચારણ કવિએ જૂના જમાનામાં પણ એમ લખેલું કે,

જનની જણ તો ભકતજન

કાં દાતા, કાં શૂર

નહિતર રહેજે વાંઝણી

મત ગુમાવીશ નૂર

માતાઓને આદર્શ બાળકો જન્માવવાની તેમણે હાંકલ કરી હતી. આજે પણ આપણા દેશને આદર્શ, વતન પરસ્ત, શૂરવીર, અને લવકુશ જેવા અને શિવાજી, રાણા, પ્રતાપ, ભામાશા, પૃથ્વીરાજ, રવિન્દ્રનાથ, મહાત્મા ગાંધી જેવા બાળકોની તાતી જરૂર છે, અને ન ભૂલીએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.