Abtak Media Google News

પાકિસ્તાનના વડાપ્રધાનો ભારત સાથે સંબંધો સુધારવાની તથા ભારત સાથે સ્થાયી તેમજ સ્થિર મૈત્રી સાધવાની બાબતમાં પૂરેપૂરા સ્વતંત્ર નથી એ વાત હવે છાની રહી નથી.

એક બાજુ તેમના ઉપર આઇએસઆઇનો હાથ ઉપર રહેતો આવ્યો છે અને લશ્કરી વડાઓ તેમનું વર્ચસ્વ સરકાર ઉપર ચાલુ રહે એવા ઇરાદા સાથે તેઓ પાકિસ્તાનની નીતિ રીતીઓમાં ચંચૂપાત કર્યા કરે છે. આમ પાકિસ્તાનની સરકારે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇ જે ધણે ભાગે ભારત વિરોધી રહેતી આવી છે.

Permanent-Peace-Experiment-With-Pakistan-Is-Not-Easy-Then-Nawaz-Sharif-Or-Imran-Is-There
permanent-peace-experiment-with-pakistan-is-not-easy-then-nawaz-sharif-or-imran-is-there

આ ઉપરાંત, ભારત-પાકિસ્તાન સંબંધો સુધરવાનો તથા વણસવાનો આધાર કાશ્મીર સમસ્યા ઉપર આધારીત રહ્યો છે. કાશ્મીરમાં ધણે ભાગે અશાંતિ અને હિંસક અજંપો ચાલુ રહ્યા છે. પાકિસ્તાનની બાજુના આતંકી પરિબળો ભારત-પાક. સરહદી પ્રદેશોમાં ભાંગફોડ પ્રવૃતિઓ ચાલુ રાખે છે તે કારણે તેમના ખાત્મા માટે ભારતે ‘જમ્મુ-કાશ્મીરમાં લશ્કરને ખડેપગે રાખ્યું છે, જેનો કાશ્મીરના ભાગલાવાદીઓ તોફાની વિરોધ કરે છે. આવી હાલતમાં કાશ્મીરના લોકોએ લશ્કરી પગલાની ખુવારી સહન કરવી પડે છે…’

બીજું, સહુ કોઇ જાણે છે કે, હિન્દુસ્તાના ભાગલા અને મુસ્લીમો માટે પાકિસ્તાનના અલગ દેશની રચના સાંપ્રદાયિક ધોરણે ધોરણે થઇ છે અને તે કારણે આ બન્ને દેશો વચ્ચે વિખવાદ અને શત્રુતા ચાલ્યા જ કરે છે…

હિન્દુસ્તાનના ભાગલા થયા તે જ વખતે પાકિસ્તાને સ્વાયત રહેલા કાશ્મીર પ્રદેશ પર લશ્કરી આક્રમણ કરીને તેના ઉપર કબ્જો જમાવ્યો હતો. તે વખતના કાશ્મીરના રાજવી હરિસિંહે પાકિસ્તાનની હુમલાના વિરોધમાં ભારત સરકારની સહાય માગી હતી. નરેરુ સરકારમાં ગૃહપ્રધાન તરીકે રહેલા સરદાર વલ્ભભભાઇ પટેલે કાશ્મીરને ભારતીય સંઘમાં જોડવાની શરતે ભારતના લશ્કરને કાશ્મીરમાં મોકલ્યું હતું. જેણે ઝપાટાબંધ પાકિસ્તાનની આક્રમણખોરોને પોણા ભાગના પ્રદેશમાંથી ખદેડી મૂકયા હતા. ભારતીય લશ્કર પૂરેપૂરા કાશ્મીરમાંથી પાક હુમલાખોરોને ખદેડી દે તે વખતે પંડીત નરેહુએ કાશ્મીર પર પાકિસ્તાનના ગેરકાયદેસ હુમલાના આ મુદ્દે યુનોમાં સંયુકત રાષ્ટ્ર સંઘમાં ઘા નાખી હતી. એક મોટો દેશ નાના દેશ ઉપર બળજબરીથી કબ્જો જમાવીને તે સામ્રાજય વાદી બની રહેવાની છાપ વિશ્ર્વમાં ન ઉપસે એવા ખ્યાલ સાથે શ્રી નહેરુએ આ પગલું લીધાની દલીલ થઇ હતી. વળી કાશ્મીરના રાજાએ કાશ્મીરને ભારતીય સંઘ સાથે જોડવાનું અને તેનાં એક અવિ ભાજય હિસ્સો બની રહેવાનું સ્વીકાર્યુ જ છે એટલે યુનોમાં ભારતને ન્યાય મળી જ રહેશે એવી ધારણા પણ શ્રી નહેરુએ સેવી હતી. જો કે, સરદાર પટેલે સમગ્ર કાશ્મીર ઉપર ભારતીય લશ્કર કબ્જો જમાવી લેવો જ જોઇએ, તથા યુનોમાં જવું હોય તો પાકિસ્તાન જ જાય એવો સ્પષ્ટ મત દર્શાવ્યો હતો.

આમાં વિચિત્ર ધટનાએ બની કે યુનોએ ભારતની ધાને અનુલક્ષીને બન્ને દેશોને તત્કાળ યુઘ્ધ વિરામ કરવાનો અને બન્ને દેશો તેમના લશ્કરને પાછા ખસેડીને ત્યાં લોકમત લે એવો આદેશ આપ્યો હતો.

પાકિસ્તાનને તેના લશ્કરને પાછું નહિ ખસેડીને લોકમતની અવધીને લટકતી રાખી. એ કારણે તેના કબ્જા હેઠળનો પ્રદેશ તેના કબ્જામાં રાખ્યો અને તેને ‘આઝાદ કાશ્મીર’ગણાવીને એના ઉપર એનું શાસન રાખ્યું, ભારતે જમ્મુ-કાશ્મીરમાં રીતસર ચુંટણી કરી, એની વિધાનસભા રચાઇ અને સરકાર પણ રચાઇ….

આ પરિસ્થિતિમાં આ બન્ને દેશો વચ્ચે તકરાર ઉભી રહી છે. વિશ્ર્વના મોટા રાષ્ટ્રોએ જમ્મુ-કાશ્મીરને ભારતના પ્રદેશ તરીકે ગણાવ્યો છે ચીન-અમેરીકા તો એને હજુ તકરારી પ્રદેશ ગણાવે છે.

આ ધટનાને દશકાઓ વિતી ગયા છે.

પાકિસ્તાન એવી માગણી કરે છે કે કાશ્મીર સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી બન્ને દેશોના સંબંધો નહિ સુધરી શકે….

પાકિસ્તાનની પ્રજા આ મુદ્દે અત્યંત સંવેદનશીલ છે, અને તે ભારત પ્રત્યે કટ્ટરતા- શત્રુતાની દ્રષ્ટિએ નિહાળે છે.

ભારત પણ તેને મળવા જોઇતા ન્યાયની બાબતમાં મકકમ છે. પાકિસ્તાને તો વ્યરાત્મક કાશ્મીરી પ્રદેશ ગીલ્ગીટને ચીનને વેચી માર્યો છે, કે બક્ષીસમાં આપી દીધો છે. ચીને એ માર્ગેથી છેક શ્રીનગર સુધી પહોંચી જવાની સકડક બાંધી છે.

ચીન-અમૈરિકાને આ કારણે પાકિસ્તાનમાં રસ છે ત્યાં લશ્કરી થાણું ઉભું કરવાની એમની નેમ છે, અને ભારતને લશ્કરી દબાણ હેઠળ રાખવાની એમની કૂટનીતી છે!

આ બધું ભારત-પાકિસ્તાન વચ્ચેની શત્રુતા અને કટ્ટતાને દૂર થવા દેતું નથી. આ બન્ને દેશો વચ્ચે સંબંધો સુધારવાની કોશીશો થઇ જ છે, જે ધુળધાણી જ નીવડી છે.

દુનિયામાં ભારતની વધતી શાખ, જવાબદારીઓ અને પડોશીઓ સાથે સંબંધો બાંધવાના પડકારોમાં સૌમ્ય, મુદુ, પરંતુ નિર્ણાયક ગુણ વધુ જોવા મળ્યા છે. ભારતીય વિદેશ સચિવ નિરુપમા રાવની કાર્ય પ્રણાલી પણ આજ ત્રણ વિશેષણો વ્યકત કરે છે. ૧૯૭૩ બેચના વિદેશ સેવા અધિકારી રાવે દક્ષિણ એશિયાની સ્થિતિ અને ખાસ કરી પાકિસ્તાનની સાથે સંબંધોને લઇને હાલના પડકારો સાથે જોડાયેલા સવાલો પર ખુબ જ સમજદારીથી જવાબ આપ્યા છે.

પાકિસ્તાનની સાથે હાલના સમયમાં દ્વિપક્ષીય ચર્ચા પછી શું હવે સમય આવી ગયો છે કે, ભારતને તેના પ્રત્યે પોતાની નીતિમાં ફેરફાર લાવવો જોઇએ. પાકિસ્તાનની સાથે સ્થાયી શાંતિનો રસ્તો સરળ નથી અને આ બાબતમાં અમે કોઇ ખોટો વહેમ રાખ્યો નથી. અમારા મતભેદ જટીલ અને અસાઘ્ય લાગે છે. પરંતુ આ પરિસ્થિતિઓનો ઉકેલ કાઢવાના પ્રયાસ થવા જોઇએ. એટલા માટે એક ગંભીર અમે આતંકવાદ સાતે જોડાયેલા પોતાના મુદ્ોઓને છોડી દીધા છે પરંતુ અમે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે, આતંકવાદના મુદ્દા પર અમારે ચિંતાઓને દુર કરવા માટે સંતોષજનક પગલા ભરે પાકિસ્તાની ચર્ચા કરતાઓની સાથે દરેક મુલાકાત અને બેઠકમાં અમને આ મુખ્ય મુદા પર ભાર આપવામાં મદદ મળે છે.

મોદી સરકાર અને ઇમરાનખાન ભારત-પાકિસ્તાનને નજીક લાવવાની અને મૈત્રી સાધવાની નવેસરથી પેરવી કરી રહ્યા છે. પરંતુ એમનો સંઘ દ્વારકા પહોંચે તો જ નવાઇ કાશ્મીરનો પ્રશ્ર્ન, આતંકવાદનો પ્રશ્ર્ન અને ચીનના હિતોનો પ્રશ્ર્ન આમાં સારી પેઠે અંતરાયરુપ બને તેમ છે. પાકની આંતરીક શમલચ પ સ્ફોટબ ભૂમિકા ભજવે તેમ છે. ભારતના નવા વિદેશ પ્રધાન જયશંકરની કુનેહ મંત્રણાને સાવ નિષ્ફળ ન જવા દે એમ ઇચ્છીએ.

આખરે ટેબલ પર બન્નેએ મંત્રણાના ટેબલ પર બેસવું જ પડે, યુઘ્ધ અથવા સંધી એ બે જ વિકલ્પો છે આ પહેલા મોદી સફળ થયા નથી.

લોકસભા ચુંટણીમાં શ્રી મોદી વધુ તાકાત પામી ચૂકયા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને ત્યાંની અતિ ખરાબ પરિસ્થ્તિ સામે આંતરીક વિદ્રોહની ગંધ આવતા લાગી છે.

અમેરિકા પણ ટાંપીને બેઠું છે. ચીનને ખંધાઇ પ્રજાની તેમ છે. ભારતે આ મામલામાં તેલ અને તેલની ધાર જોઇને જ આગળ વધવું પડે તેમ છે એ નિર્વિવાદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.