Abtak Media Google News

રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 અને 13 જૂનના રોજ વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 100 કિમીની ઝડપે પવનની સાથે વરસાદ પડશે તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાઈ છે. જેથી 6 કલાકમાં ભારે સિસ્ટમમાં પરિવર્તિત થઈ રહી છે. હાલ આ સિસ્ટમ વેરાવળથી 930 કિમી દુર છે. ત્યારબાદ આ સિસ્ટમ સાયક્લોનમાં પરિવર્તિત થઈ જશે.

હવામાના વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દીધી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન સિસ્ટમ વેરાવળથી દક્ષિણ પૂર્વથી 1020 કિ.મી. દૂર છે. જેથી અગામી 12 કલાકમાં ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને 24 કલાકમાં ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થશે.

12 જૂનથી રાજ્યમાં વરસાદની અસર શરૂ થશે. 13 જૂનના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.હવામાન વિભાગના અધિકારી જયંત સરકારે જણાવ્યું હતું કે અમે સતત રાજ્ય સરકાર સાથે સંપર્કમાં છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.