Abtak Media Google News

વિદેશી ભૂમી પર ભારતનાં હકક હિતોને નુકશાન પહોંચાડનાર, સાઇબર આંતક સહિત અને ગુનાનોની તપાસ કરવા માટે ‘એનઆઇએ’ને છુટો દોર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા દેશવિરોધી પ્રવૃતિઓના જળમુળમાંથી ખાતમા માટે લેવાઇ રહેલા  મહત્વના પગલાઓમાં ખુબ જ અગત્યની કવાયતમાં સુરક્ષા એજન્સીઓની બંધારણીય શકિતને વધુ બળવતર બનાવવા માટે ત્રાસવાદ વિરોધી કાયદાને મજબુત બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. કેન્દ્રની કેબીનેટ દ્વારા સુરક્ષા એજન્સીઓને ભારત વિરોધી પ્રવૃતિઓ સામે તપાસ ભૂીમ પર કાવતરા ધડનારાઓ સામે તપાસ અને કેસ દાખલ કરવાની સત્તા આપતો કાયદો લવાયા છે. નેશનલ ઇન્વિટીગેશન એજન્સી ધારામાં દેશ વિરોધી તત્વો સામે તપાસ અને કેસ દાખલ કરવાની સત્તાનો ઉમેરો કરવામાં આવ્યો છે.

કેન્દ્રિય કેબીનેટ દ્વારા સોમવારે લાવવામાં આવેલ પ્રસ્તાવમાં ગેરકાનુની પ્રવૃતિઓ વિરોધી કાયદાને બહાલી આપવામાં આવી હતી. જેમાં આતકીઓ દ્વારા આચરવામાં આવતી દેશ વિરોધી પ્રક્રિયાની વ્યાખ્યામાં તમામ ગેરકાનુની પ્રવૃતિઓને આવરી લઇ એનઆઇએ એકટમાં વિદેશી ભૂમિ પર પણ જો ભારતના હકક, હિતને નુકશાન થાય તેવી પ્રવૃતિઓના કાવતરા ધડનારા ઓ સામે કેસ દાખલ કરવાની સત્તા આપવામાં આવી છે. આ નવા કાયદામાં દેશ વિરોધી તત્વો સામે તપાસ, કેસ દાખલ કરવા ઉપરાંત સાયબલ આંતક સામે કાનુની ધારા ૬૬-એફ આઇ એકટઅને આઇપીસી-૩૭૦, ૩૭૧, મુજબ આંતર રાજય અને આંતરરાષ્ટ્રીય  અને આંતરરાષ્ટ્રીય સ્તરે થતી માનવ તસ્કરો સહીતના  ગુનાહો સહિત કાર્યવાહી કરી શકાશે. આ નવા કાયદાની બહાલીની કવાયતની સાથે સાથે સંસદના ચાલુ સત્રમાં પસાર થતાર એન.આઇ.એ. એકટ બીલમાં સુરક્ષા એજન્સીઓને કોઇપણ રાજયમાં પોલીસના વરિષ્ઠ અધિકારીઓની પરવાનગી વગર જ તપાસ ના અધિકારો આપવામાં આવ્યા છે. જેનાથી સુરક્ષા એજન્સીઓ રાષ્ટ્રીય સુરક્ષાની બાબતો અને દેશ વિરોધી પ્રવૃતિઓ કરનારા વિરુઘ્ધ સવયત્તાથી તપાસ કરી શકશે. આ નવા કાયદાથી લશ્કરે યોયબાના હાફીઝ સૈયદ અને જેસે મોહમદના મસુદ અઝહર જેવા આતંકીયો વિરુઘ્ધ પગલા ભરવામાં વધુ સરળતા રહેશે. અન્ય એક નવા કાયદામાં આંતકી ઓ પર વૈશ્વિક પ્રવાસ પર પ્રતિબંધ મુકવાના પ્રાવધાન અને આતકીયોને નાણાકીય મદદ કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહીના પ્રાવધાન માટે ખાસ ન્યાય વ્યવસ્થા અને એકશન ટ્રાસ્સફોસ્ટ ની રચના કરી વૈશ્વિક આતંકવાદ સામે આંતર રાષ્ટ્રીય ધારા ધોરણ મુજબ કામગીરી કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આતંકીઓને નાણા પુરી પાડનારાઓ સામે બ્લેટ લીસ્ટ કાર્યવાહી સહીતની વ્યવસ્થા ધરાવતા કાયદાઓ બનાવીને ભારત આતંર રાષ્ટ્રીય સમુદાયને પણ નવી પ્રેરણા આપવા આગળ વધી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.