Abtak Media Google News

ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વચ્ચે પર્યાવરણ બચાવવાની ખેડૂતની નેમ: પાણીની તીવ્ર અછત દરમિયાન પણ હેમખેમ રીતે વૃક્ષોનો ઉછેર કર્યો

ગલોબલ વોર્મિંગની સમસ્યાને પહોચી વળવા આગાખાન એજન્સી ફોર હેબીટાટ ઇન્ડીયા સતત પ્રયત્નશીલ રહી છે. આકાહ ઇન્ડીયા સંસ્થા દ્રારા ફક્ત ભારત જ નહિ પરંતુ આફ્રિકા અને અન્ય દેશોમાં પણ જાગરૂકતા ઉભી કરીને અનેક પહેલ કરી છે. તેવી જ એક પહેલ આકાહ સંસ્થા દ્રારા ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકામાં છેલ્લા દસ વર્ષથી અમલીકૃત થઇ રહી છે. સંસ્થા દ્રારા દર વર્ષે અંદાજિત ૧૦૦૦ જેટલા વુર્ક્ષોનુ વાવેતર કરવામાં આવે છે અને તેને ઉછેરવાની જવાબદારી સામાજિક સમુદાયને સોંપવામાં આવે છે આ સાથે સહભાગી અભિગમ સાથે હાલ સંસ્થા દ્રારા લગભગ ૧૫૦૦૦ જેટલા વ્રુક્ષોનું રાજુલા શહેર અને તેની આસપાસનાં ગ્રામીણ વિસ્તારમાં કરવામાં આવ્યું છે. હાલ વર્ષ ૨૦૧૮-૧૯મા સંસ્થાએ રાજુલાના જંગલખાતા સાથે સંકલન કરીને એક અનોખી પહેલ કરી છે. સંસ્થાએ બાબરેયાધારના એક ખેડૂતને જાંગલખાતા વિભાગ સાથે સંકલન કરી તેને ૧૨૦૦૦ જેટલા રોપા ઉછેરવા અર્થે સરકારી યોજનાની ખેડૂત નર્સરી બનાવાવા પ્રેરિત કરેલ જેના પરિણામ સ્વરૂપે વર્ષ ૨૦૧૯મા રાજુલાના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોને શેઢા પર વ્રુક્ષો ઉછેરવા માટે ૧૨૦૦૦ રોપાનો લાભ મળશે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો જે સમગ્ર સમાજ અને સેવાધારી લોકોએ નોંધાવા જેવો છે. આકાહ ઇન્ડીયાના મેનેજર હનીફભાઈ તથા રેંજ ફોરેસ્ટ ઓફિસર રાજલ બહેન પાઠક દ્રારા આ વર્ષે કિસાન નર્સરીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું ત્યારે સંસ્થાના પ્રતિનિધિ  ચંદુભાઈ રૈયાણીએ રાજુલા તાલુકાના બાબ્રેયાધાર ગામના વતની નાજાભાઈ જીંજાળાનો સંપર્ક થયો. નાજાભાઈ બાબરીયાધાર ગામના છેવાડે એક એકર જેટલી જમીન ધરાવે છે  અને તેમાથી ગુજરાન ચલાવે છે.

નાજાભાઈ એક અલાયદું વ્યક્તિત્વ ધરાવે છે જેમના ધર્મપત્નીનું ઘણા થોડા વર્ષો પહેલા અવસાન થયેલું દીકરા દીકરીઓ સુરત સ્થાયી થયેલ છે અને તેઓ ૬૦ વર્ષની ઉમરે નિવૃત જીવન જીવે છે અને પોતે ઘરમાં એકલા રહી ખેતી અને પર્યાવરણ જાળવણીનું ભગીરથ કાર્ય કરે છે. જાન્યુઆરી ૨૦૧૯મા જ્યારે નર્સરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે તેમણે એક જ વાત કરી હતી. કે મારે ખેતરમાં બોર છે અને હું ૧૨૦૦૦ વ્રુક્ષો નહિ ૧૨૦૦૦ દીકરા ઉછેરીશ. આવી કટિબદ્ધતા સાથે તેઓ સંસ્થા સાથે સહમત થયા અને તેઓએ નર્સારીનું કામ હાથ પર લીધું અને ધીરે ધીરે આયોજન પૂર્વક તેમણે રોપા ઉછેરાવાનું કામ શરૂ કર્યું. પરંતુ કહેવાય છે ને કે સારા કાર્યમાં સો વિઘ્ન આવે તેમ માર્ચ મહિનામાં તેમના ખેતરના બોરવેલમાં પાણી ઊંડે જતું રહ્યું અને રોપા સુકાવા માંડ્યા. એક બાજુ પાણી ની અછત અને દિવસે દિવસે ગરમીનો પારો ૪૫* ડીગ્રી એ પહોચવા માંડ્યો અને રોપા મુરજાવા લાગ્યા. આવામાં નાજાભાઈ હિમંત હાર્યા નહિ તેઓએ સંકલ્પ લીધો હતો કે નિવૃતિમાં પ્રવૃત્તિ કરવી તો એ આ ધરતીને લીલીછમ કરવાની જ કરવી એટલે તેઓએ ઈશ્વર પર શ્રધ્ધા રાખી તેમના ખેતર થી થોડે દુર નરમદા ની જળ સિંચાઈના સ્લ્યુસ વાલ્વમાં થી જ્યાં પાણી ટપકતું રહેતું ત્યાં તેમના વાસનો ભરવાનું શરૂ કર્યું તેઓએ ઘડા, ટીપ અને તપેલા જેવા વાસનો સ્લ્યુસ વાલ્વ પાસે ગોઠવીને પાણી ભરી ભરી તેઓ પંપ દ્રારા વુર્ક્ષોને પીવારાવ્તા રહ્યા અને તેમના સવ્પનને જીવંત રાખ્યું. આમ, આજે જ્યારે સમગ્ર વિશ્વ પર્યાવરણ બચાવવા ચિંતિત છે ત્યારે સામન્ય લાગતી નાજાભાઈ ની વાત બિલકુલ બંધબેસતી પ્રરણા દાયક કથા જેવી સાબિત થાય છે. તેમની હિમત અને વ્રુક્ષો બચાવવાની લગન આપણને સહુને વિચારતા કરી મુકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.