Abtak Media Google News

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૮૦૨, સામાન્ય પ્રવાહમાં ૪૬૩૧ અને ધો.૧૦માં ૫૬૧૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૯માં લેવાયેલી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનું રીઝલ્ટ બે મહિના અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા વધુ એક તક આપવામાં આવી છે અને તેનું આવતીકાલથી પુરક પરીક્ષા લેવામાં આવશે.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આવતીકાલથી ૧૪મી જુલાઈ સુધી બોર્ડની પુરક પરીક્ષા લેવામાં આવશે. જેમાં ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ૧૮૦૨ છે અને આ વિદ્યાર્થીઓની પરીક્ષા પાંચ બિલ્ડીંગમાં લેવામાં આવશે.

આ ઉપરાંત ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ પરીક્ષાર્થીઓની સંખ્યા ૪૬૩૧ છે જેની સંખ્યા ૧૮ બિલ્ડીંગમાં લેવામાં આવશે. તેમજ ધો.૧૦માં એક વિષયમાં નાપાસ થયેલા કુલ વિદ્યાર્થીઓ ૫૬૧૩ જેની આવતીકાલથી ૧૦ બિલ્ડીંગમાં પરીક્ષા લેવામાં આવશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પુરક પરીક્ષા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજકોટ ઝોનલ કચેરી તરીકે કરણસિંહજી હાઈસ્કુલ ખાતે ઝોનલ અધિકારી વિપુલભાઈ મહેતા, એચ.એસ.સી.ની પરીક્ષા માટે અને નમ્રતાબેન મહેતા એસ.એસ.સી.ની પરીક્ષા માટે નિમણુક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.