Abtak Media Google News

સુરખા-સોનગઢ રોડ પર લોહીલુહાણ હાલતમાં લાશ મળી: અજાણ્યા શખ્સો સામે નોંધાતો ગુનો

ભાવનગર જિલ્લાના સોનગઢના કોળી યુવાનની સુરખા-સોનગઢ રોડ પર ગળુ કપાયેલી હાલતમાં લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોનગઢના રામજીભાઇ ચનાભાઇ નામના કોળી યુવાનની સુરખા-સોનગઢ રોડ પર લોહીલુહાણ હાલતમાં લાશ પડી હોવાની પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરતા મૃતકના ગળા પર તિક્ષ્ણ હથિયારના ઇજાના નિશાન જણાતા અજાણ્યા શખ્સોએ કોઇ કારણસર ઝઘડો કરી હત્યા કર્યા અંગેની સોનગઢના ઘનશ્યામભાઇ હરજીભાઇ કોળીની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી હત્યા કોને અને શા માટે કરી તે અંગે તપાસ હાથધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.