Abtak Media Google News

લાઠી ના હરસુરપુર દેવળીયા ગામે ઘોઘમાર વરસાદ. પડવાથી ત્રણ થી ચાર ઈચ વરસાદ વરસતા નદી નાળા છલકાયાછે ત્યારે ગામની ગલીઓમાં પાણી ફરી વળ્યું.ખેડૂતોમાં  ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

અમરેલી પંથકમાં આજે ચોથા દિવસે વરસાદ પડ્યો. લાઠીના દેવળિયા ગામમાં ધોધમાર વરસાદ પડતા ત્રણથી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. લાઠી રોડ પર પુલ પર પાણી ફરી વળ્યું હતું. દેવળિયા પાસે આવેલી ગાગડીયા નદીમાં પૂર આવ્યું હતું.

લોકો પૂર જોવા ઉમટી પડ્યા હતા. તેમજ બાબરાના ખંભાળા, નાની કુંડળ અને લાલકા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.