Abtak Media Google News

ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે મહત્વનો નિર્ણય લેતાં સરકારે 17/5/2018ના રોજ તૈયાર કરેલા સિનિયોરિટી લિસ્ટ પ્રમાણે પ્રમોશન પ્રક્રિયા આગળ ધપાવવાની પ્રકિયા શરૂ કરવા આદેશ આપ્યો છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, પોલીસ સબ ઈન્સ્પેક્ટરથી પોલીસ ઈન્સ્પેક્ટરના પ્રમોશનનો મામલો છેલ્લા એક વર્ષથી અટકેલો હતો. હાઇકોર્ટના આદેશથી 500થી વધુ પીએસઆઈનું પ્રમોશન થવાની શક્યતા છે. આ પહેલાં હાઇકોર્ટે પ્રમોશન અટકાવ્યું હતું, પરંતુ આખરે હાઇકોર્ટે નવા આદેશ સાથે પ્રમોશન આપવાની જાહેરાત કરી છે.

હાલ રાજ્યમાં કુલ 400થી વધુ પોલીસ ઇન્સપેક્ટરની જગ્યાઓ ખાલી છે. જેને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રમોશન આપાવાની મંજૂરી આપી છે. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.