Abtak Media Google News

સાતમા પગારપંચની માંગણી ન સંતોષાતા મોરબી સહિતની રાજ્યની ૧૬૨ નગરપાલિકાના કર્મચારીઓની હડતાલ

મોરબી સહીત રાજ્યભરની ૧૬૨ નાગરપાલિકાઓ માં સફાઈ,પાણી અને લાઇટિંગ ની વ્યવસ્થા છ દિવસ સુધી ઠપ્પ થઇ જશે  રાજ્ય સરકાર સાથેની મંત્રણા ભાંગી પડતા ૩ દિવસ ની સામુહિક રાજા અને ત્યારબાદ ત્રણ દિવસ ની જાહેર રજાના કારણે ૧૬૨ નગરપાલિકા વિસ્તારના લોકો ભગવાન ભરોસે મુકાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત રાજ્યની તમામ ૧૬૨ નગરપાલિકાના કર્મચારીઓ સાતમાં પગારપંચ, રોજમદારોને કાયમી કરવા સહિતની માંગને લઈને આંદોલન ચલાવી રહ્યા છે.જેમાં તા. ૨૧થી ૨૩ ની રાજ્યવ્યાપી હડતાલનું એલાન કર્યા બાદ કર્મચારી યુનિયનની અને સરકારના પ્રતિનિધિ તરીકે નગરપાલિકા નિયામક પ્રવિણા કે.બી. સાથે બેઠક યોજાઈ હતી. જેમાં યુનિયનના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલા અને પ્રવક્તા પરેશ અંજારીયા સહિતના આગેવાનો તેમજ ૯૨ પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં પાલિકાના નિયામકે પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી હતી પરંતુ સમયમર્યાદામાં પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી શક્યા ન હતા. તેમજ યુનિયન દ્વારા સાતમાં પગારપંચ માટે એક માસનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ તે અંગે પણ સમયમર્યાદામાં નિર્ણય લેવાની નિયામકે તૈયારી દાખવી ન હતી જેના પગલે મંત્રણા ભાંગી પડી હતી અને હવે અગાઉથી થયેલી જાહેરાત મુજબ આજે તા. ૨૧થી ત્રણ દિવસ સુધી રાજ્યની તમામ ૧૬૨ પાલિકાના કર્મચારીઓ હડતાલ પર ઉતરી જશે આવતીકાલથી રાજ્યની તમામ પાલિકાના કર્મચારીઓ ત્રણ દિવસની હડતાલ પર જશે તો શુક્રવારે હડતાલ પૂર્ણ થયા બાદ શનિવાર અને રવિવારની રજા તેમજ સોમવારે ઈદની રજા હોવાથી છ દિવસ સુધી તમામ કામકાજ ઠપ્પ થશે.

હડતાલ અંગે કર્મચારી યુનિયનના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે  પાલિકાના કર્મચારીઓ પોતાના હકની લડાઈ માટે સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે જેમાં મોરબી સહીત રાજ્યની તમામ ૧૬૨ પાલિકામાં છ દિવસ સુધી કામકાજો ખોરવાઈ જશે.અને આ હડતાલ થી લોકોને મુશ્કેલી જરૂર થી પડશે પરંતુ લાખો કર્મચારીઓ નો પ્રશ્ન હોય પ્રજાજનો દરગુજર કરે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.