Abtak Media Google News

જસદણમાં દર વખતે શ્રાવણ મહિનામાં દરરોજ અલગ અલગ પાર્થેશ્વર મહાદેવ બનાવામાં આવે છે ત્યાંના બ્રાહ્મણો માટી માંથી અલગ અલગ જાતના પાર્થેશ્વર બનાવે છે આ એની અલગ જ ખાસિયત છે એમાં આખા માસ દરમિયાન દરરોજ જુદી-જુદી જાતના અને જુદા-જુદા અંગના પાર્થેશ્વરની રચના કરે છે. અને તેને 1008નાં માટીના વલણો વાળીને બનાવે છે. અને અલગ રંગ-બેરંગી પુષ્પોના શણગારથી મહેકાવી ઉઠે છે. આવા નયનરમ્ય ભગવાનના દર્શન દરરોજ અલગ જ જોવા મળે છે.

જેમાં ભાવુકો દરવખતે પાર્થેશ્વરના દર્શન માટે ઉમટી પળે છે. અને દરરોજ જુદા -જુદા અંગના ભગવાનના દર્શન કરે છે. અને તેના પર જુદા-જુદા ફૂલોથી અને બીલી પત્રોથી પણ શણગાર કરેલો હોઈ છે જેને જોઈ ભાવિકોનું મન પણ પ્રસન્ન થઈ જાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.