Abtak Media Google News

સૌરાષ્ટ્ર કચ્છમા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે છુટાછવાયા હળવા ભારે ઝાપટાથી અઢી ઇચ સુધી હેત વરસતા ધરતીપુત્રી ખુશ ખુશાલ થઇ ગયા છે.મેધરાજાનું જોર વધવાને સાથે જળ સકટ હળવુ થવાના એધાણ વર્તાય રહ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી વાતાવરણ સાથે ગઈકાલે સવારથી હવામાનમાં પલટો આવ્યો છે અને હળવો ભારે વરસાદ વરસી જાય છે ગઈકાલે રાત્રિના ૮ થી આજે સવારના દસ વાગ્યા સુધીમાં અમરેલી જિલ્લાના બગસરા ના એક ઇંચ વરસાદ વરસી ગયો છે

જ્યારે લીંબડી ધોરાજી જામકંડોરણા રાજકોટ જુનાગઢ બરવાળા બોટાદ રાણપુર  ભાવનગર ખાંભા  સહિત ૧૦ તાલુકામાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે ગઈકાલે રાત્રિના રાજકોટમાં ઝાપટું વરસ્યા બાદ આજે સવારે ૭ વાગ્યા આસપાસ હળવું  ઝાપટું વરસ્યું હતું આ લખાય છે ત્યારે વાદળછાયુ વાતાવરણ છે સવારના 10:00 વાગ્યે છવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.