Abtak Media Google News

જીઆરડી કર્મચારીઓ સાથે નજીવી બાબતે મારામારી કરતા લોકોનું ટોળું એકત્ર થઈ ગયા બાદ પી.એસ.આઈ.એ જમીન પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યા

મહુવા તાલુકાના કઢૈયા ગામે રહેતા અને જામનગર સીટી ટ્રાફિક પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઈએ નસાની હાલતમા મહુવા તાલુકાના બામણિયા સુગર નજીક જીઆરડી કર્મચારીઓ સાથે નજીવી બાબતે બબાલ કરી હતી અને તેમને મારમાર્યો હતો જેથી ત્યાં લોકટોળુ ભેગુ થઈ જતા પોતાની સર્વિસ રિવોલ્વર થી ત્રણ રાઉન્ડ જમીન પર ફાયરીંગ કરતા ચકચાર મચી જવા પામી છે.પીએસઆઈ ની આ દાદાગીરીથી સ્થાનિકો ભયભીત બની ગયા હતા અને થોડો સમય માટે ઘટના સ્થળે ભગદળ મચી ગઈ હતી.ત્યારબાદ ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા ત્વરિત ઘટના સ્થળે આવી તોફાન મચાવનાર પીએસઆઈ અને તેમના મિત્રને પોલીસ મથકે લઈ જઈ તેમના વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્યના પોલીસ વડાએ પીએસઆઇ ચૌધરીને તત્કાલ સસ્પેન્ડ કરી અમરેલી બદલી કરી દેતા પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે.

જામનગર સીટી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પી.એસ.આઈ વિનાયક ચૌધરીનું મૂળ વતન સુરત જિલ્લાના મહુવા તાલુકાનું ક્ઢૈયા ગામ છે.તેઓ જામનગરથી ત્રણ દિવસ ની રજા લઈને વતનમા આવ્યા હતા.અને રજા પુર્ણ થયા બાદ પોતાની માતા બીમાર હોવાથી સીક રજા પર ઉતર્યા હતા.ત્યારબાદ સોમવારની રાત્રિ દરમ્યાન તેઓ પોતાના મિત્ર દિવ્યકાંત દિલીપભાઈ માળી સાથે મહુવા તાલુકાના મીયાપુર ગામે જમવા માટે આવ્યા હતા જ્યાંથી જમી ૧૨ વાગ્યાની આસપાસ પીએસઆઈ વિનાયક ચૌધરી દારૂના નશાની હાલતમાં ઈનોવા કાર(ૠઉં-૨૧-અઅ-૫૭૭૨)લઈને મહુવા તાલુકાના બામણિયા ગામની સીમમાં સુગર ફેક્ટરીની સામે પહોંચ્યા હતા.જ્યાં દુકાન પર ફરજ ઉપર હાજર જી.આર.ડી જવાન હિરેન પટેલ સાથે કોઈપણ દેખીતા કારણ વગર જીભાજોડી શરૂ કરી હતી.અને તેમને લાફા મારી દીધા હતા અને ત્યારબાદ લાકડી વડે માર મારવાનો શરૂ કર્યો હતો.પીએસઆઈએ રોફ જમાવી જી.આર.ડી જવાનો સાથે બબાલ કરી હોય આ વખતે જી.આર.ડી જવાનોને બચાવવા હાજર સ્થાનિકોએ વચ્ચે પડી પીએસઆઈ ને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.એ દરમ્યાન પી.એસ.આઈ વી.એન.ચૌધરી વધુ ઉગ્ર બન્યા હતા.જોત જોતામા લોકટોળું એકત્રિત થઈ ગયું હતુ અને પી.એસ.આઈ વિરુધ્ધ વાતાવરણ બન્યું હતુ.

આ દરમિયાન પી.એસ.આઈ ચૌધરીએ પોતાની સરકારી પિસ્તોલ કાઢી તેમાંથી જમીન પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં વાતાવરણ તંગ બની ગયુ હતુ અને સ્થાનિકોમા ભયનો માહોલ સાથે ભગદળ મચી ગઈ હતી.પીએસઆઈ ની આ દાદાગીરી અને ઘટના અંગે મહુવા પોલીસ ને જાણ થતા ત્વરિત ઘટના સ્થળે આવી પીએસઆઈ વિનાયક ચૌધરી અને તેમનો મિત્ર દિવ્યકાંત માળી (રહે-અલગઢ,તા-વાલોડ)ને મહુવા પોલીસ મથકે લઈ જઈ તેમના વિરુદ્ધ પીધેલાનો ગુનો તેમજ આર્મ એક્ટ સહિત સરકારી કામમાં રુકાવટ અને મારામારી નો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.આ ઘટના અંગે જાણ થતા રાત્રી દરમ્યાન ડીવાયએસપી રૂપલબેન સોલંકી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે ઉમટી પડયા હતા.પોલીસે એફએસએલ અને બેલેસ્ટિક એક્સપર્ટ ની મદદ લઈ ઘટના ની તપાસ શરૂ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.