Abtak Media Google News

’રાષ્ટ્રીય ખેલ દિવસ’ ના દિવસે પાલીતાણા તાલુકાની મોટી પાણિયાળી ક્લસ્ટરની તમામ ૧૧ પેટા  શાળાનો સયુંકત

ખેલમહાકુંભ મોટી પાણિયાળી કે.વ શાળામાં યોજાયેલ.જેમાં મુખ્ય રમતોમાં કબડી ભાઈઓ/બહેનો, ખો-ખો ભાઈઓ/બહેનો, બ્રોન્ડ જમ્પ અંડર ૯ ભાઈઓ/બહેનો, બ્રોડ જમ્પ અંડર ૧૧  ભાઈઓ/બહેનો, ૩૦ મી / ૫૦ મી / ૧૦૦ મી દોડ ભાઈઓ/બહેનો, લાંબી કૂદ ભાઈઓ/બહેનો, ગોળા ફેંક ભાઈઓ/બહેનો અને વોલીબોલ ભાઈઓ/બહેનો જેવી વિવિધ રમત નું આયોજન કરેલ..જેમાં આ રમતમાં તમામ શાળામાંથી ૩૬૦ જેટલા બાળકો તથા ૨૫ જેટલા શિક્ષકોએ ભાગ લીધેલ. જેમાં કબડી ભાઈઓમાં લાખાવાડ પ્રા.શાળાની ટીમ વિજેતા બનેલ. તથા કબડી બહેનોમાં ભૂતિયા પ્રા.શાળાના બહેનોની ટીમ વિજેતા થયેલ તથા ખો- ખો ભાઈઓ/બહેનો બંનેમાં નાની પાણિયાળી પ્રા.શાળાના બાળકોનો જવલત વિજય થયેલ..અને વોલીબોલ ભાઈઓ/બહેનો મા મોટી પાણિયાળી કે.વ.શાળાની બંને  ટીમ વિજેતા થયેલ..આ ઉપરાંત વ્યક્તિગત રમતમાં પણ ઇવેન્ટ મુજબ બાળકોને નંબર આપી ઇનામરૂપી શિલ્ડ આપી પ્રોત્સાહિત કરેલ. આ ઉપરાંત તમામ વિજેતા ટીમને પર શિલ્ડ આપી સન્માનિત કરેલ.

આ સમગ્ર રમતોત્સવમાં રેફરી તરીકે ભીમજીભાઈ વાળા તથા  અજિતભાઈ નકુમ, રાઠોડ જેન્તીભાઈ તથા મકવાણા  જિગ્યેશભાઈ તથા ગોહિલ રાજેશભાઇ તથા ઝાલા પ્રવીણભાઈ એ ખૂબ જ નિષ્ઠાપૂર્વક રેફરીની કામગીરી કરેલ.આજના કાર્યક્રમાં ઇનામ તથા બાળકોના નાસ્તાના તથા શરબત ના  દાતાશ્રી મોટી પાણિયાળી કલસ્ટરના તમામ આચાર્યશ્રી મહત્વનું યોગદાન આપેલ.જેઓ દ્વારા બાળકોને પ્રોત્સાહીત કરેલ..આ સમગ્ર કાર્યક્રમનું સંકલન તથા આયોજન મોટી પાણિયાળી કે.વ શાળાના આચાર્ય બી.એ.વાળા તથા મોટી પાણિયાળી કલસ્ટરના  સી. આર. સી  કો ઓર્ડિનેટર  જે. કે. ચૌહાણ દ્વારા કરવામાં આવેલ. આ રીતે ક્લસ્ટર કક્ષાનો રમતોત્સવ સંપૂર્ણ સફળમય સંપન્ન થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.