Abtak Media Google News

ભારતના રાજનૈતિક ક્ષેત્રમાં બહુ પરિમાણીક વ્યકિતત્વના ધારક, દેશનાં પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ ચીર વિદાય લીધી છે. છેલ્લા થોડા મહિના બાદ કરતા ભારતીય રાજનૈતિક પટલ ઉપર તેજસ્વી અને દૈદિપ્યમાન કારકીર્દી ધરાવતા વ્યકિતત્વની રાજકીય વયની દ્રષ્ટીથી મઘ્યાન્હે જ એકઝીટ થઇ છે.

દિલ્હીનાં સુખી સંપન્ન અને પ્રતિષ્ઠિત પરિવાર એવા મહારાજ કિશનજી કે જે પણ બાહોશ ધારાશાસ્ત્રી હતા. ર૮ ડીસેમ્બર ૧૯૫૨ ના રોજ જન્મેલા શ્રી અરુણજી પ્રારંભીક શિક્ષણ કોન્વેસ્ટ સ્કુલ અને બાદમાં સુવિખ્યાત રામ કોલેજમાં થયું. કાયદાના અભ્યાસક્રમમાં સુવર્ણચંદ્રક વિજેતા જેટલી એક તેજસ્વી અને હોંશીયારી વિઘાથી જેટલી એક તેજસ્વી અને હોંશીયાર વિઘાર્થી હતા. કોલેજકાળથી અખીલ ભારતીય વિઘાર્થી પરિષદના સક્રિય થઇ અને વર્તમાનમાં વિહિપનાં રાષ્ટ્રીય પ્રમુખ આલોકકુમાર જૈન અને રામખન્ના જેવા દિલ્હીના નામાંકિત છાત્ર નેતાઓ સાથે પુર્ણરુપે સક્રિય થયા. આલોકકુમાર દિલ્હી વિશ્વવિઘાલય છાત્રસંઘના પ્રમુખ હતા. તે અરસામાં નવનિર્માણની લડત સમયે ગુજરાત-રાજકોટઆવેલ અને બાદમાં અરુણજી પણ જય પ્રકાશજીની સંપૂર્ણ ક્રાંતિની લડતમાં ખુબ જ સક્રીય થયા અને જયપ્રકાશજીની ૮-૧૦ ની ટીમ પૈકી એક અગ્રીમ વિશ્ર્વાસુ બન્યા. ૧૯૭૪ માં દિલ્હી યુનિવર્સિટી છાત્ર સંઘના અઘ્યક્ષ બન્યા અને બાદમાં લોકતાંત્રિક યુવા મોરચાના પ્રમુખ ક્ધવીનર બનયા.

દેશનાં ટોચના ધારાશાસ્ત્રીઓમાં ગણના પાત્ર એવા બંધારણવિદ, બાહોશ ધારાશાસ્ત્રી અરુણ જેટલી ૧૯૭૭ માં દિલ્હી હાઇકોર્ટ અને સર્વોચ્ચ અદાલતમાં પ્રેકટીશની શરુઆત કરી, તેમની ક્રિયાશિલતા અને તેજસ્વીતાને લઇ ૧૯૯૦ માં ડેઝીગ્નેટેડ સીનીયર એડવોકેટ ની સિઘ્ધિ પ્રાપ્ત થઇ. બોફોર્સ મામલા સમયે તેમનો કાનુની અભ્યાસ સુવિખ્યાત છે. અને તેઓ એડીશ્નલ સોલીસીટર તરીકે નિયુકત થયા. સ્વ. માધવરાવ સીંધીયાજી, બીરલા ગ્રુપ સહીત દેશની અનેક હસ્તીઓના તેઓ એડવોકેટ રહ્યા

ભારતીય જનતા પાર્ટીમાં ૧૯૮૦ માં રાષ્ટ્રીય અઘ્યક્ષ અને દિલ્હી પ્રદેશ ભાજપનાં મંત્રી, ૧૯૯૧ માં કેન્દ્રીય કારોબારીમાં પ્રવેશ અને ૧૯૯૯ માં પક્ષનાં પ્રવકતા બન્યા. તે જ સાલમાં તેઓ માહીતી પ્રસારણમંત્રી બન્યા.

દેશમાં આર્થિક ગુન્હાખોરી ડામવા માટે સક્ષમ અને મજબુત કાનુનની આવશ્યકતા હતી. અરુણ જેટલીેએ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્ટસી  એકટની રચના ખુબ જ માવજતથી કરેલી હતી. આ એકટ અમલમાં આવતા આર્થિક ગુન્હેગારો ઉપર મજબુત ગાળીયો નાખી શકાયો છે.

૨૦૦૯ થી ૨૦૧૪ લીડર ઓફર ધી પાર્ટી તરીકે સતાધારી પક્ષને પણ વિચાર કરતા કરી મુકે એવી ધારદાર અને તર્કબઘ્ધ દલીલો સાથે મજબુત વિપક્ષી નેતા તરીકે ઉભરી આવેલ.

નરેન્દ્ર મોદી અને અમિતભાઇ શાહ એમ બન્ને એએક મજબુત સાક્ષી ગુમાવેલ છે.

અરુણ જેટલે એટલે ત્રણ ગુણોનો અનોખો સમન્વય- પ્રથમ એટલે મૌલીક ચિંતક, બીજું એટલે નિતિનિર્ધારક અને ત્રીજો ગુણ કે ક્ષમતા એટલે રાજનૈતિક ક્ષેત્રનાં એક કુશળ અને સફળ વ્યુહરચનાકાર તેવી પ્રો. કમલેશ જોષીપુરાની યાદીમાં જણાવાયું છે. : આલેખન: પ્રો. કમલેશ જોષીપુરા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.