Abtak Media Google News

વહાલુડીના વિવાહની તડામાર તૈયારી

લગ્નોત્સવમાં પસંદ થયેલી ૨૨ દીકરીઓની મિટિંગ યોજાઈ

રાજકોટનાં આંગણે ગત વર્ષ ૨૦૧૮માં દેશ-વિદેશમાં પોતાની સેવા પ્રવૃતિથી ખ્યાતિપ્રાપ્ત બનેલ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવેલ અથવા માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ ૨૨ દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ વહાલુડીનાં વિવાહ યોજાયો હતો. જે ટોક ઓફ ધ સૌરાષ્ટ્ર બનેલ. ચાલુ સાલ પણ ૨૧-૨૨ ડિસેમ્બર, ૨૦૧૯નાં રોજ ફરી એક વખત ભવ્ય લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ અંગેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે. ચાલુ સાલ ૪૨થી વધુ નિરાધાર દીકરીઓની અરજી આવેલ. જેમાંથી ૨૨ દીકરીઓની પસંદગી કરવામાં આવેલ છે. આ પસંદ થયેલ ૨૨ દીકરીઓની ઉપસ્થિતિમાં કાવેરી હોટલ ખાતે શહેર શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં શહેરનાં જાણીતા કરવેરા સલાહકાર ધીરેનભાઈ લોટીયાનાં અધ્યક્ષસ્થાને એક મિટિંગ મળી હતી. જેમાં જાણીતા ઉધોગપતિ વિઠલભાઈ ધડુક, જાણીતા બિલ્ડર ભુપતભાઈ બોદર, રાજકોટ બિલ્ડર એસોસીએશનનાં પ્રમુખ પરેશભાઈ ગજેરા, જાણીતા બિલ્ડર ધીરૂભાઈ રોકડ શહેરનાં જાણીતા તબીબ ડો.મયંકભાઈ ઠકકર, ઉધોગપતિ શિવલાલભાઈ આદ્રોજા, યુવા અગ્રણી પ્રશાંતભાઈ લોટીયા, ઉધોગપતિ રાજેશભાઈ કાલરીયા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બોલતા શહેરનાં જાણીતા બિલ્ડર ધીરૂભાઈ રોકડે જણાવ્યું હતું કે, કોઈ નિરાધાર દીકરીનાં આંસુ લુછવા, તેનું કન્યાદાન કરવું એ તો એક અશ્વમેઘ યજ્ઞના પુણ્ય બરાબર છે. મિટિંગનાં પ્રારંભે કાર્યક્રમનું દીપ પ્રાગટય ધીરેનભાઈ લોટીયા, પ્રશાંતભાઈ લોટીયાએ કર્યું હતું. આ પ્રસંગે ૨૨ દીકરીઓ ઉપસ્થિત રહી હતી. જેને સમગ્ર આયોજનની રૂપરેખા આપવામાં આવી હતી. આ લગ્નોત્સવમાં તમામ ઈવેન્ટો યોજાનાર છે. જેની વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન સંસ્થાનાં મુકેશ દોશી અને ડો.ભાવનાબેન મહેતાએ કરેલ. સમગ્ર આયોજન શહેર શ્રેષ્ઠી મૌલેશભાઈ ઉકાણીનાં અધ્યક્ષસ્થાને યોજાનાર છે. જેમાં જાણીતા બિલ્ડર ભાવેશભાઈ પટેલ, વેજાભાઈ રાવલીયા, અરવિંદભાઈ દોમડીયા, જીતુભાઈ બેનાણી, રામભાઈ મોકરીયા, મનીષભાઈ માદેકા, મેહુલભાઈ રૂપાણી, અમિતભાઈ ભાણવડીયા, સુરેશભાઈ નંદવાણા, રમેશભાઈ ટીલાળા, ખોડુભા જાડેજા, ડી.વી.મહેતા સહિતનાં સેવા આપનાર છે. સમગ્ર આયોજન મુકેશ દોશીનાં નેતૃત્વ હેઠળ પ્રતાપભાઈ પટેલ, કિરીટભાઈ આદ્રોજા, વલ્લભભાઈ સતાણી, ડો.નિદત બારોટ, સુનિલ વોરા, નલિન તન્ના, સુનિલ મહેતા, ડો.શૈલેષ જાની, હસુભાઈ રાચ્છ, હરેશભાઈ પરસાણા, અશ્ર્વિનભાઈ પટેલ, પ્રવિણ હાપલીયા, રાકેશ ભાલાળા, હેમલભાઈ મોદી, હરેનભાઈ મહેતા, કિરીટભાઈ પટેલ, ગૌરાંગભાઈ ઠકકર, હરદેવસિંહ જાડેજા સહિતનાં ૨૫૧ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.