Abtak Media Google News

૧૦ દિવસમાં પાક વિમો નહીં મળે તો ખેડુતોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ થતા ખેડુતોમાં નારાજગી જોવા મળી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેડુતોના અનેક ખેતરોમાં પાણી ભરાતા પાકને ઘણુ બધુ નુકશાન થયું છે.સુરેન્દ્રનગર જિલ્લાનાં મોટાભાગના વિસ્તારોમાં પાકો નિષ્ફળ ગયા છે. આ સીઝનમાં પાકોનું ઉત્પાદન નહિવત જ આવશે. પરંતુ જગતનો તાતે સતત બે માસ સુધી મેઘમહેર કરતા પાક નિષ્ફળ ગયો છે. ત્યારે લખતર તાલુકાના સવલાણા ગામના ખેડુતોએ લખતર મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતુ કે લખતર તાલુકાના ખેડુતોએ ૨૦૧૯-૨૦માં પાક વિમો લીધેલ છે. અને હાલ સર્વે કરવાનું ચાલુ કરેલ છે.

તેમાં અમુક ખેડુતોને સર્વે કરવા હાલમાં વિમા કંપનીના અધિકારીઓ તેમજ ગ્રામસેવક આવેલ તેમાં સરલાણા ગામના ૧૪૫ ખેડુતોના નામ આવેલ છે. અને બેંકોમાથી ખેડુતો ધિરાણ લેતા હોય છે. ત્યારે પાક ધિરાણમાંથી પાક વીમો ફરજીયાત કાપી લેવામાં આવે છે. તો કેમ પાક વિમો ચૂકવવામાં આવતો નથી. ત્યારે લખતર તાલુકાના સવલાણા ગામે વીમો ૮૦ ટકા ઉપર મળી શકે તેમ હોવા છતાં વિમો નહી ચૂકવી ખેડુતોને પારાવાર ખર્ચમાં ડુબાડવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

ખેડુતોકાળી મજુરી કરી વિમાનું પ્રીમીયમ ભરે છે. એટલે જયારે પાક નિષ્ફળ ગયો છે. એટલે ખેડુતોને ન્યાય મળે તેવી માંગ છે. અનેજો લખતર તાલુકાના ખેડુતોને ૧૦ દિવસમાં પાક વિમો નહી મળે તો ખેડુતો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.