Abtak Media Google News

સવજીભાઈ ધોળકિયા અને સંજયભાઈ રાવલનું ઈજનેરોને અનુલક્ષીને પ્રેરણાત્મક અને અનુકરણીય વકતવ્ય

જીઈબી એન્જીનીયર્સ એસોસિએશન-અમરેલી દ્વારા હેતની હવેલી-હરિકૃષ્ણ સરોવર, લાઠી ખાતે આભાર જીંદગી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં જીબીઆ-કોર કમિટી બી.એમ.શાહ સેક્રેટરી જનરલ, જે.આર. શાહ સેક્રેટરી ફાયનાન્સ, એ.જે.તન્ના વાઈસ પ્રેસીડેન્ટ, આર.બી.સાવલીયા જનરલ સેક્રેટરી, જેટકો એમ.જે.લાલકીયા, એન.યુ.નાયક, એસ.સી.બાવીસીયા ઉપરાંતનાં તમામ જીબીઆ હોદેદારોએ વિશેષ હાજરી આપેલ હતી.

પીજીવીસીએલનાં અધિકારીઓ પૈકી કે.વી.ભટ્ટ, એ.એ.જાડેજા, કે.જે.ખાવડુ, કે.બી.કોડિયાતર, જે.એમ.રાઠોડ, એન.કે.સોલંકી ઉપરાંત કાર્યપાલક ઈજનેરો, નાયબ ઈજનેરો અને જુનિયર ઈજનેરોની ખાસ ઉપસ્થિતિ જોવા મળેલ. કાર્યક્રમમાં અમરેલી વર્તુળ કચેરીનાં તમામ ઈજનેરો પરિવાર સાથે કાર્યક્રમ માણવા આવેલ હતા તથા જીબીઆ અમરેલી હોદેદારો અને આયોજક કમિટી મેમ્બર્સ વિશિષ્ટ પરંપરાગત સલવાર-કુર્તા સાથેના યુનિક ડ્રેસ કોડમાં ઉપસ્થિત જોવા મળેલ હતા. ખુબ જ સુંદર આયોજીત આ કાર્યક્રમની શરૂઆત જાદુગર શહેનશાહના જાદુ શોથી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ સવજીભાઈ ધોળકિયા અને સંજયભાઈ રાવલનું ઈજનેરોને અનુલક્ષીને વકતવ્ય હાજર શ્રોતાગણ માટે અતિ પ્રેરણાત્મક અને અનુકરણીય રહેલ. કાર્યક્રમમાં અધિક મુખ્ય ઈજનેર કે.વી.ભટ્ટની વિદાય, અધિક્ષક ઈજનેર એ.એ.જાડેજાનો સત્કાર, કે.કે.સૈનીની નિવૃતિ વિદાય અને જે. એમ. પટલુવાલાની સ્વૈચ્છિક નિવૃતિ વિદાય રાખવામાં આવેલ હતી. પધારેલ દરેક મહેમાનોને સ્મૃતિભેટ સ્વરૂપે આનંદ બુક અર્પિત કરવામાં આવેલ હતી. કાર્યક્રમ દરમિયાન દિવા કડછા દ્વારા આભાર જિંદગી તથા જળ બચાવો સંદેશ આગવી શૈલીમાં રજુ કરવામાં આવેલ.  કાર્યક્રમનાં અંતે એસ.ટી.ડિવિઝન પિક અપ સ્ટેન્ડની બાજુમાં જીઈબી એન્જિીનિયર્સ એસોસીએશન-અમરેલી દ્વારા પ્રસ્થાપિત માનવતાની મહેંક (ગરીબ વર્ગ માટે કપડા, રમકડા, સ્કુલ બેગ, બુટ-ચંપલ વગેરે સ્વૈચ્છિક મુકવા માટેની વ્યવસ્થા)નું અનાવરણ સેક્રેટરી જનરલ બી.એમ.શાહનાં હસ્તે કોર કમિટી, હોદેદારો, પીજીવીસીએલનાં અધિકારીઓ અને ઈજનેરોની હાજરીમાં કરવામાં આવેલ. માનવતાની મહેંક સેવા કાર્યને અમરેલીના પ્રબુઘ્ધ નાગરિકો તરફથી ખુબ જ આવકાર મળેલ છે. ઈજનેરોની સમાજ પ્રત્યેની આ ભાવનાને સમાજનાં દરેક વર્ગોમાંથી અભિનંદન મળી રહેલ છે તથા ચોમેરથી આ સામાજીક કાર્યને બિરદાવવામાં આવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.