Abtak Media Google News

હિમાલયની ગોદમાં, ઋષિકેશ ગંગાજીને કિનારે, મુનિજી મહારાજ સંચાલિત પરમાર્થ નિકેતન પરિસરમાં, એસજીવીપી ગુરુકુલના શાસ્ત્રી માધપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, તારીખ ૧૮-૧૦-૨૦૧૯ થી શરૂ થયેલ સપ્ત દિનાત્મક સત્સંગ સાધના શિબિરમાં ૧૧૦૦ ઉપરાંત શિબિરાર્થી ભાઇઓ-બહેનો જોડાયા છે. તમામને જમવા અને રહેવાની વ્યવસ્થા પરમાર્થ નિકેતન ધામમાં કરવામાં આવી છે.

દરરોજ વહેલી સવારે પ્રાણાયામ, યોગ અને વચનામૃત અનુષ્ઠાનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. સવારે ૯ થી ૧૨ દરમ્યાન શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા ગુરુકુલના યુવાન સંતો દ્વારા ગુણાતીત પરંપરાના સંતોના આખ્યાનો અને ભગવાનના ચરિત્રોનું ગાન કરવામાં આવે છે. દરરોજ સાંજે ૬ વાગ્યે ગંગાજીને કિનારે મુનિજી તથા પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ગંગાજીની સમૂહ આરતી તથા ધૂન-ભજન અને ચેષ્ટાના પદનું ગાન કરવામાં આવે છે.

તારીખ ૨૧ ના રોજ તમામ શિબિરાર્થીઓએ મીણબતી પ્રગટાવી ગંગામૈયાની સમૂહ આરતી ઉતારી હતી અને મહાદેવજીના સાનિધ્યમાં જનમંગલ સ્તોત્રનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. શિબિરની પૂર્ણાહુતિ તારીખ ૨૪ના બપોરે બાર વાગ્યે કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.