Abtak Media Google News

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશીએશનના પ્રમુખ જયદેવ શાહ અને અન્ય પદાધિકારીઓ તથા કાઉન્સિલના સભ્યોએ બીસીસીઆઈના નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર અને જોઈન્ટ સેક્રેટરીને અભિનંદન પાઠવ્યા છે. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય અમીત શાહ અને ઉપપ્રમુખ મહિમ વર્માને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ને અભિનંદન પાઠવતા વિશ્વાસ વ્યકત કર્યો છે કે તેમની આગેવાનીમાં બીસીસીઆઈ સફળતાના શિખરો સર કરશે. આ સાથે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ને અન્ય રાજયના એસોશીએશન પણ આ બાબતે સાથ અને સહકાર આપશે તેવી આશા વ્યકત કરી છે.

Img 5855

આ સાથે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. ના સેક્રેટરી હિમાંશુભાઈ શાહે પણ બીસીસીઆઈના નવનિયુકત પ્રમુખ, ઉપપ્રમુખ અને જોઈન્ટ સેક્રેટરીને શુભેચ્છા પાઠવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.