Abtak Media Google News

ક્રિકેટની વાત કરવામાં આવે તો નાના બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકો ક્રિકેટના શોખીન હોય છે. મેચ શરૂ થતાંની સાથે જ ટીવીની સામે બેસી જવું અને તેમાં પણ સિકસ અને ફોર પર જોર જોરથી બૂમો પાડવાની મજા જ કઈક અલગ હોય છે , તેમાં પણ જો વાત રંગીલા રાજકોટની આવે તો રાજકોટના લોકો પર ક્રિકેટનું અલગ જ ફીવર છવાયેલ છે, તેવામાં 4મી નવેમ્બરના રોજ ભારત અને બાંગ્લાદેશની ટીમોનું પણ આગમન થઈ ચૂક્યું છે. ટીમોનું રાજકોટમાં આગમન થતાંની સાથે જ શહેરમાં જબરદસ્ત ક્રિકેટ ફિવર છવાય ચૂક્યો છે.

હોટલ ફોર્ચ્યુન અને ઈમ્પીરીયલ પેલેસ ખાતે બન્ને ટીમના ખેલાડીઓનું કુમકુમ તિલક અને હારતોરા સાથે પરંપરાગત રીતે શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના મનગમતા સ્ટાર ખેલાડીઓની એક ઝલક પામવા માટે એરપોર્ટ અને હોટલની બહાર ક્રિકેટપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. રાજકોટમાં આવતીકાલે ખંડેરી સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગલાદેશ વચ્ચે બીજી T-20 યોજવામાં આવશે. તેમાં પણ ગુજરાતી લોકો માટે ક્રિકેટની સાથે સાથે ગુજરાતી ગીતો પણ લોકોને કઈક અલગ જ ઉત્સાહ આપશે તેમાં જો રાજકોટના જાણીતા ગાયકના ગીતો વગાડવામાં આવે તો તો.. મજા જ કઈક અલગ હોય જી હા મિત્રો તમે ખરું જ સાંભળો છો આ ટી-20 મેચમાં રાજકોટના જાણીતા ગાયક તેજસ શિશાંગિયા ના ગીતો દ્વારા T-20ના મેચમાં ચાર ચાંદ લાગશે.

એફકેઝેડ

તેજસ શિશાંગિયાએ સંગીત તેમજ પત્રકાર ક્ષેત્રે અનોખી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે.તેઓ સિનિયર મોસ્ટ એનકર તરીકે પણ જાણીતા છે તેઑની આ આગવી ઓળખ તેમનું મલ્ટી ટેલેન્ટેડ વ્યકિતત્વની ઓળખ આપે છે. નવરાત્રિમાં તેમજ અનેક કાર્યકર્મોમાં તેનો અવાજ અનોખુ જ સ્થાન ધરાવે છે. કાર્યકર્મની શરૂઆતથી લઈને અંત સુધી દર્શકોને તેઓ તેના અવાજથી ઝકળી રાખે છે. ઓલ્ડ ઈસ ગોલ્ડ જૂનાગીતોના ટિકિટશો, ગઝલ, સૂફી અંદાજ, શ્રીનાથજી કીર્તન સાથે શિવ આરાધના તથા કસૂબીનો રંગ જેવા અદભુત કોન્સેપ્ટ સાથે રાજકોટના સંગીત ચાહકોના દિલ પર આગવી છાપ અંકિત કરી કલાજગતમાં ‘કોન્સેપ્ટ કિંગ’ તરીકે પ્રસ્થાપિત થયા છે.ભાષા પરનું પ્રભુત્વ તેમને અનોખી પ્રસિદ્ધિ આપી છે. તેઓની બોલવાની છટા અને ગીતોને રજૂઆત કરવાનો અંદાજ કઈક અલગ જ હોય છે

સામાન્ય રીતે મેચમાં ચીયર્સ લીડર વડે ગીતો વગાડવામાં આવતા હોય છે તેવામાં રંગીલા રાજકોટ માટે સિંગર તેજસ શિશાંગિયાના સુરે ગવાયેલ સાવજ ગરજે : સાવજ ગરજે ! વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોધ્ધો ગરજે મોં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે ! ક્યાં ક્યાં ગરજે? ,
રેપ DJ ટિટોડો,
કચ્છી છલડો,
ઉતર ગુજરાતી બેવફા સોનું ,
વીજુડી ,જે DJ અક્કી દ્વારા પીરસવામાં આવશે. ક્રિકેટની સાથે સાથે ગીતોનો પણ અદ્ભુત આનદ માણશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.