Abtak Media Google News

વર્ષ ૨૦૧૦માં એ પ્લસ ગ્રેડની માત્ર પાંચ શાળાઓ આજે ૨૧૧૪ થઈ એ પ્લસ, એ, બી ગ્રેડની શાળાઓ વધી: ગ્રેડની સ્કુલો ઘટી

રાજ્ય સરકારે શાળાઓ અને વિદ્યાર્થીઓના સ્તરમાં સુધારો લાવવા માટે વર્ષ ૨૦૧૦થી ગુણોત્સવ નામના કાર્યક્રમની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં છ ગુણોત્સવ થઈ ગયા છે અને ગત જાન્યુઆરીમાં ગુણોત્સવ-૭ કરાયો હતો. જેના પરિણામ આજે પ્રાપ્ત થયા બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તેની સત્તાવાર જાહેરાત કરી હતી. આ પરિણામ રાજ્ય સરકાર અને રાજ્ય માટે ઉત્સાહજનક જણાયા છે. પ્રથમ ગુણોત્સવ વખતે ગ્રેડ-એ+ હેઠળ માત્ર પાંચ શાળાનો સમાવેશ થયો હતો. તે સંખ્યા આ વખતે ગુણોત્સવ-૭માં વધીને ૨૧૧૪ જેટલી થઈ ગઈ છે. જ્યારે ડી ગ્રેડની શાળાઓમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.

ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, એ ગ્રેડની શાળાઓ ૨૬૫ હતી, તે વધીને હવે, ૧૭,૬૩૫ થઈ છે. જ્યારે બી ગ્રેડની શાળાઓ સંખ્યા ૩૮૨૩થી વધીને ૧૨,૫૨૭ સુધી પહોંચી છે. એનો અર્થ એ થયો કે, રાજ્યમાં એ+, એ, બીની શાળાઓની સંખ્યા કે જે અગાઉ સાવ-સામાન્ય એટલે કે ઓછી હતી, તે વધી છે. અર્થાત રાજ્યમાં શિક્ષણના સ્તરમાં સુધારો થયો છે. જ્યારે બીજીબાજુ ગુણોત્સવ-૧ વખતે સી ગ્રેડની શાળાઓની સંખ્યા ૧૨,૮૮૭ હતી, તે હવે ઘટીને માત્ર ૧૫૯૦ સુધી પહોંચી ગઈ છે એટલે કે, સી ગ્રેડની શાળાઓ ઓછી થઈ છે. ડી ગ્રેડની શાળાઓ ગુણોત્સવ-૧ વખતે ૧૪,૫૮૨ હતી એટલે કે, ૨૦૧૦ના વર્ષમાં રાજ્યની ૧૪,૫૮૨ શાળાઓનું પરિણામ ૪૮ ટકાથી વધતું ન હતું. તે સંખ્યા પણ ગુણોત્સવ-૭માં ઘટીને માત્ર ૩૭૨ રહી ગઈ છે. આમ, રાજ્યમાં એ+, એ, બી ગ્રેડની શાળાઓની સંખ્યામાં વધારો અને ગ્રેડની શાળાઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

શિક્ષણમંત્રીના કહેવા મુજબ, ગુણોત્સવ-૭ દરમિયાન, રાજ્યની ૩૪,૨૩૮ શાળાઓનું મૂલ્યાંકન કરાયું હતું. એમાં ૧૧,૫૩૨ પ્રાથમિક શાળામાં બાહ્ય અને ૨૨,૭૦૬ પ્રાથમિક શાળાઓનું સ્વ-મૂલ્યાંકન કરાયું હતું. ગ્રેડ માપદંડ

  • +   ૮૮ ટકાથી વધુ ગુણ
  •       ૭૫થી ૮૭ ટકા ગુણ
  • બી     ૬૨થી ૭૪ ટકા ગુણ
  • ગ્રેડ    ગુણોત્સવ-૬    ગુણોત્સવ-૭
  •          (શાળાઓ)     (શાળાઓ)
  • +    ૧૯૬૦         ૨૧૧૪
  •       ૧૬,૯૦૮      ૧૭,૬૩૫
  • બી     ૧૨,૬૦૫      ૧૨,૫૨૭
  • સી     ૨૦૦૨         ૧૫૯૦
  • ડી      ૭૬૪           ૩૭૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.