Abtak Media Google News

બે દિવસ પૂર્વે સિંહે આ વિસ્તારમાં પશુનું મારણ કર્યું હતું

સુરેન્દ્રનગર જિલ્લા ના ચોટીલા અને આજુ બાજુ માં આવેલ ઠાગા અને વિડ વિસ્તારમાં સિંહણ પોતાના બે બાળ સિંહ સાથે આવી ચડી છે.ત્યારે આ સિંહ બેલડી એ અત્યાર સુધી આ વિસ્તાર ના વસવાટ કરતા લોકો ને દેખા દીધી ન હતી.ત્યારે ગઈકાલે અંદાજીત રાત્રે ૧૦ વાગ્યા આજુ બાજુ સિંહ બેલડી ચોટીલા ના રેશમિયા ની સીમ માં દેખા દીધી હતી.

Img 20191128 Wa0064

 

ચોટીલા પંથક માં સિંહ અને તેના બાળ સાથે ચોટીલા માં પ્રવેશ મેળવ્યો છે.ત્યારે  ગુજરાત ની ત્રણ થી ચાર ફોરેસ્ટ ટિમ આ સિંહો ને શોધ ખોલ કરવા કવાયત હાથ ધરી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના ચોટીલા વિડ વિસ્તારમાં ૨૦૦ વર્ષ બાદ બાળ સિંહ સાથે સિંહ એ આગમન કારીયું છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના અને ગુજરાત રાજ્ય ના ચાર ગામ ની વચ્ચે ચોટીલા ખાતે સિંહ એ અલગ અલગ સ્થાને અત્યાર સુધી માં ૮ થી વધુ પશુઓ નું મારણ કર્યું છે.જેમાં ગઈ કાલે રાત્રે સિંહો દવારા રેશમિયા ગામ માં એન્ટ્રી કરી હતી.

Admin Ajax 2

ત્યારે આ મામળે ગામ ના રહેવાસી શિવરાજ ભાઈ સાથે વાત કરતા સિંહ રાત્રી દરમિયાન આ સિંહ શિવરાજ ભાઈ ની વાડી માંથી પસાર થાયા હતા.ત્યારે આ સિંહ રેશમિયાથી આવેલ બાજુ માં ઠાગા વિસ્તારમાં આવેલ જગલી વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો.ત્યારે આ સિંહ પાછળ ફોરેસ્ટ ની ટીમ પણ પાછળ હતી.ત્યારે આ મામલે વન વિભાગ પણ સિંહ ની જાળવણી માટે એક્ટિવ બની છે. ત્યારે આ વિસ્તારમાં રાત્રી દરમિયાન સિંહ ના પ્રવેશ બાદ ગામ જનોમાં ભય વ્યપયો હતો. ત્યારે ગ્રામજનો દવારા રાત્રી દરમિયાન પોતાની વાડી માં બોમ્બ અને ફટાકડા સિંહ થી બચવા ફોડવા માં આવીયા હતા.ત્યારે અમુક ખેડૂતો દવારા પોતાની વાળી માં મષ વગાડી ને વગડા માંલગ્ન જેવો માહોલ ઉભો કરવા માં આવીયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.